આર્થિકભીસ વધુ એક જિંદગી ભરખી ગઇ: ટ્રેન હેઠળ ઝંપલાવી કારખાનેદારનો આપઘાત

શહેરમાં રામેશ્ર્વર મેઇન રોડ પર પીપળીયા હોલ પાસે રહેતા કારખાનેદારે આર્થિકભીસથી કંટાળી અટીકા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં…

શહેરમાં રામેશ્ર્વર મેઇન રોડ પર પીપળીયા હોલ પાસે રહેતા કારખાનેદારે આર્થિકભીસથી કંટાળી અટીકા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. હાપલીયા પાર્કમાં નવુ મકાન બનાવ્યા બાદ આર્થિક સંકડામણમાં સંપડાયેલા વૃધ્ધે નિત્યક્રમ મુજબ સવારે મંદિરે દર્શન કરવા નીકળ્યા બાદ પગલું ભરી લીધુ હોવાનું જાણવા મળ્યુ છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રામેશ્ર્વર મેઇન રોડ પર આવેલા પીપળીયા હોલ પાસે રહેતા અને ઓમ શ્રી વિશ્ર્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ નામે કારખાનુ ધરાવતા શાંતિલાલ મેઘજીભાઇ ચાવડા નામના 70 વર્ષના વૃધ્ધ કારખાનેદારે અટીકા ફાટક પાસે રાજકોટ -પોરબંદર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક શાંતિલાલ ચાવડા ચાર ભાઇ એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. શાંતિલાલ ચાવડા કડિયા કામના ઓઝાર બનાવવાનું કારખાનુ ધરાવતા હતા. શાંતિલાલ ચાવડા નિત્યક્રમ મુજબ સવારે ઘર પાસે આવેલા અમરનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. પરંતુ પરત નહીં ફરતા પરિવાર દ્વારા ફોન કરવામાં આવ્યા હતા. પરંતુ ફોન રીસીવ નહીં થતાં પરિવાર ચિંતાતુર બન્યો હતો. તે દરમિયાન શાંતિલાલના મોબાઇલમાંથી 108ના કર્મચારી દ્વારા પરિવારને ફોન કરી ઘટનાની જાણ કરતા પરિવાર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. મૃતક શાંતિલાલે હાપલીયાપાર્ક નવુ મકાન બનાવ્યુ હતું. તેનુ આગામી તા.25ના રોજ વાસ્તુ હતું. નવુ મકાન બનાવ્યા બાદ આર્થિકભીસમાં સંપડાયેલા કારખાનેદારે આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *