ગુજરાતનું રૂા.3.70 લાખ કરોડનું બજેટ રજૂ કરતા નાણામંત્રી

  વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત-2047ના નિર્માણ માટે વિકાસના પાંચ સ્તંભ આધારિત બજેટ રાજકોટ-ગાંધીનગર- વડોદરા-સુરતમાં મેડીસિટી, અમદાવાદ- ગાંધીનગર- જૂનાગઢ- મહેસાણા- વલસાડમાં ખોરાક-ઔષધની આધુનિક લેબ. બનશે…

 

વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત-2047ના નિર્માણ માટે વિકાસના પાંચ સ્તંભ આધારિત બજેટ

રાજકોટ-ગાંધીનગર- વડોદરા-સુરતમાં મેડીસિટી, અમદાવાદ- ગાંધીનગર- જૂનાગઢ- મહેસાણા- વલસાડમાં ખોરાક-ઔષધની આધુનિક લેબ. બનશે

તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સિક લેબ અને એન્ટિ નાર્કોટિક ટાસ્કફોર્સ ઊભા કરવા 352 કરોડની જોગવાઇ

17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર, ડો.હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને વહીવટી સુધારણા પંચ રચવાની જાહેરાત

ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં રૂા.3 લાખ 70 હજાર 250 કરોડનું વર્ષ 2024-2025નું વિક્સિત ગુજરાત-2047 થકી વિક્સિત ભારત-2047ના નિર્માણ માટે વિકાસના પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીનગ્રોથ પર આધારિત બજેટ રજુ કર્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ માટે અતિ મહત્વની એવી સૌની યોજના માટે રૂા.813 કરોડ, કચ્છની યોજના માટે 1400 કરોડ અને સુઝલામ સુફલામ માટે 1334 કરોડની ફાળવણી કરી હતી.

નાણામંત્રીએ સ્પીચમાં જણાવ્યું હતું કે, અમદાવાદની જેમ ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે મેડીસિટી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના અમારા નિર્ધારમાં હવે પૂર્ણતાની નજીક છીએ. વધુમાં મેડીસિટી અમદાવાદ ખાતે ન્યુરોલોજી ઈન્સ્ટીટ્યુટ બનાવવાની જાહેરાત કરું છું.

ખોરાક અને ઔષધના નમૂનાઓની ચકાસણી માટે અમદાવાદ-ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે આધુનિક લેબોરેટરી સ્થાપિત કરવામાં આવશે.
રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે માટે સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે એન્ટી નાર્કોટીસસ ફોર્સનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે. આ તમામ માટે કુલ ₹352 કરોડની જોગવાઇ સૂચવું છું.

કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા એસઆરપી બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની 14 હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે. માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.
વડાપ્રધાન દ્વારા શરૂૂ કરાયેલ એક પેડ મૉં કે નામ અભિયાન થકી ગ્રીન કવચ વધારવા રાજ્યમાં આ વર્ષે 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. જેને આગળ વધારતાં રાજ્યમાં લોકભાગીદારીથી વૃક્ષોનું આવરણ વધારવા હરીત વન પથ હેઠળ ₹.90 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્ય સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતિની ખરાઇ માટે સંબંધિત કચેરીમાં-બેન્કમાં રૂૂબરૂૂ જવું પડે છે. હવે રાજ્યના 5 લાખ 14 હજાર પેન્શનરોને ઘર આંગણે હયાતીની ખરાઇ ઓનલાઇન તેમજ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી હતી.

ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્માણ પામેલ આપણું મહામૂલું ભારતીય બંધારણ અને તેમાં સમાવિષ્ઠ મૂલ્યો ભારતીય અસ્મિતાનું દર્શન કરાવે છે. ભારતીય બંધારણને 75 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા બંધારણના આ અમૃત પર્વની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે.

રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત એઆઇનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધારવા રાજ્ય સરકારે નિષ્ણાતોનો સમાવેશ કરી એઆઇ ટાસ્કફોર્સની રચના કરી છે. ગુજરાતને એઆઇ હબ બનાવવા અને ટેકનોલોજી આધારિત ગવર્નન્સમાં અગ્રેસર બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.
વિકસિત ગુજરાત-2047 થકી વિકસિત ભારત-2047નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2025-26નું ₹3 લાખ 70 હજાર 250 કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું.

વિવિધ વિભાગને કરેલી ફાળવણીની યાદી
શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ
બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ
નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ
ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ
શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડ
આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડ
સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડ
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડ
અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડ
રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડ
માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ
પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *