અજિત પવારનો જયેષ્ઠ પુત્ર પાર્થ માતાના સ્થાને રાજ્યસભામાં જશે
મહારાષ્ટ્રના રાજકારણમાં કદાચ ભાગ્યે જ એવું બન્યું હશે કે કોઈ મોટા નેતાના આકસ્મિક નિધન બાદ માત્ર 60 કલાકની અંદર સત્તાના ઉત્તરાધિકારને લઈને આટલી ઝડપી અને નિર્ણાયક ગતિવિધિઓ શરૂૂ થઈ હોય. નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માતમાં મોતના આઘાત વચ્ચે, પડદા પાછળ સત્તાનું સંતુલન જાળવી રાખવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. શનિવારે સાંજે 5 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાય તેવી પ્રબળ શક્યતા છે.
પવારના નિધન બાદ પ્રથમ બે દિવસ બારામતી શોકમાં ડૂબેલું હતું. પરંતુ ગઇકાલે અસ્થિ વિસર્જન બાદ રાજકીય હલચલ તેજ થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલે સુનેત્રા પવાર સાથે વાત કરી હતી. શરૂૂઆતી ખચકાટ બાદ, સુનેત્રા પવારે પાર્ટી અને સરકારના હિતમાં ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવાની સંમતિ આપી દીધી છે.
સુનેત્રા પવારને આ પદ માટે મનાવવામાં વરિષ્ઠ નેતા દિલીપ વળસે પાટીલની ભૂમિકા નિર્ણાયક રહી છે. વળસે પાટીલ શરદ પવાર અને અજિત પવાર બંને જૂથના વિશ્વાસુ માનવામાં આવે છે. પાર્ટીમાં જૂથબંધી રોકવા અને ધારાસભ્યોને એકજૂથ રાખવા માટે તેમને ‘પોલિટિકલ ફાયરફાઇટર’ તરીકે આગળ કરવામાં આવ્યા છે. તેમની પહેલ પર જ મુંબઈમાં „ NCPધારાસભ્યોની નિર્ણાયક બેઠક બોલાવવામાં આવી હતી. ઉપરાંત બન્ને જૂથોના વિલીનીકરણ પર હાલ પુરતો પડદો પડી ગયો છે અને વિવિધ પ્રકારની અનેક અટકળોનો અંત આવ્યો છે.
જો બધું યોજના મુજબ ચાલશે, તો આજે સાંજે 5 વાગ્યે રાજભવનમાં સુનેત્રા પવાર શપથ લેશે અને મહારાષ્ટ્રને તેના ઇતિહાસના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી મળશે.
આ પ્રશ્નનો જવાબ હવે રાજકીય વર્તુળોમાંથી બહાર આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં સુનેત્રા અજિત પવારનું સ્થાન લેશે, ત્યારે એવી પણ ચર્ચા છે કે તેમના મોટા પુત્ર, પાર્થ પવાર, રાજ્યસભામાં તેમની માતાના સ્થાને આવી શકે છે. દરમિયાન, એવી પણ ચર્ચા છે કે સુનેત્રા બારામતી લોકસભા બેઠક માટે પેટાચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, જે તેમના પતિના મૃત્યુથી ખાલી પડી હતી. „ NCPવિધાનસભા પક્ષના નેતા સુનીલ તટકરેએ સ્પષ્ટતા કરી કે આવતીકાલે બપોરે 2 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં તમામ ધારાસભ્યો અને સાંસદો ભાગ લેશે.
તેમણે કહ્યું કે બેઠકમાં સુનેત્રા પવાર સાથે રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે અને અંતિમ નિર્ણય મુખ્યમંત્રીને મોકલવામાં આવશે. તટકરેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુનેત્રા બેઠકમાં હાજર રહેશે. શુક્રવારે તેમને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. શપથ ગ્રહણ સમારોહ સાંજે 5 વાગ્યે થવાની ધારણા છે. સુનેત્રાને માત્ર નાયબ મુખ્યમંત્રી તરીકે જ નહીં પરંતુ સંગઠનના વડા તરીકે પણ નિયુક્ત કરવાની પાર્ટીમાં માંગ વધી રહી છે.
સુનેત્રા ડેપ્યુટી મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમનું રાજ્યસભા સભ્યપદ સમાપ્ત થઈ જશે. પરિણામે, એનસીપી અજિતના મોટા પુત્ર પાર્થને નોમિનેટ કરવા તરફ આગળ વધી રહી છે.
