ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 28 વર્ષીય મહિલા પોલીસ કર્મચારીએ પૂર્વ પતિના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બનતા ચકચાર મચી છે. ગાંધીનગર સેક્ટર-3ડી વિસ્તારમાં જ્હાનવી ડાભી નામની મહિલા પોલીસ કર્મચારીનું તેમના નિવાસસ્થાનેથી મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં સેક્ટર-7 પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, પોતાના ઘરમાં પંખે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભી ગાંધીનગર સેક્ટર-3ડીમાં રહેતા હતા. તેના રૂૂમમાંથી અચાનક તીવ્ર દુર્ગંધ આવતાં પાડોશીએ મકાન માલિકને જાણ કરી હતી જે બાદ મકાન માલિકને કંઈક અજુગતું થયું હોવાની શંકા જતાં તેઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘરનો દરવાજો ખોલતા જ મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ્હાનવી ડાભી તેના રૂૂમમાં તેના દુપટ્ટા સાથે પંખે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી હતી. જેથી પોલીસે તેના મૃતદેહને નીચે ઉતારી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.હાલ સુધીની પોલીસ તપાસમાં જીવન ટૂંકાવનાર જ્હાનવી ડાભીના મોત પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. જેથી પોલીસે સમગ્ર મામલે મૃતકના પરિવારજનોના નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી છે, ત્યારે તેના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, જ્હાનવીને તેના પૂર્વ પતિ તરફથી પૈસા માટે પ્રેશર કરવામાં આવતું હતું. સેક્ટર-7 પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવ અંગે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન, મૃતકના સંપર્કમાં રહેલા લોકો સહિત અન્ય બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.
