નશાકારક દવા વેચતી ચાર પેઢી પર FDCAના દરોડા

રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગને અટકાવવા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)ના કમિશનરના માર્ગદર્શન…

રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગને અટકાવવા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)ના કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા અને સુરત જિલ્લામાં સઘન કાર્યવાહી હાથ ધરાઈ છે. કરજણ અને સુરત ખાતે કુલ ચાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે અને અંદાજિત રૂૂ. 42.6 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત થયો છે. બે પેઢીના વેચાણ પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર NCB તરફથી મળેલી બાતમીના આધારે FDCA અને સંબંધિત તંત્રએ વડોદરા જિલ્લાના કરજણ ખાતે મેસર્સ ચામુંડા ફાર્મા પર સંયુક્ત દરોડો પાડ્યો હતો. તપાસમાં NDPS Act હેઠળ આવતી ANREX (Codeine) કફ સિરપની 13,938 બોટલો, જેની અંદાજિત કિંમત રૂૂ. 27.80 લાખ છે, તેમજ ઝફિળફમજ્ઞહની 12,240 ટેબ્લેટ્સ, જેની કિંમત આશરે રૂૂ. 50 હજાર છે, મળી આવી હતી. ગંભીર ઉલ્લંઘનને ધ્યાનમાં રાખી પેઢીને તાત્કાલિક સીલ કરવામાં આવી હતી. Drugs and Cosmetics Act હેઠળ વેચાણ પરવાના 20-ઇ અને 21-ઇ તા. 1 ઓક્ટોબર, 2026થી કાયમી ધોરણે રદ કરાયા છે.

ચામુંડા ફાર્મા સાથે સંકળાયેલી કરજણ સ્થિત મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સ ખાતેની તપાસમાં ગઉઙજ ઘટક ધરાવતી કજ્ઞળજ્ઞશિંહ ટેબ્લેટ્સનો જથ્થો મળ્યો હતો. રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી અને દવાના સંગ્રહ માટે જરૂૂરી તાપમાન જાળવતું ફ્રિજ બંધ હાલતમાં હોવાની ખામી પણ સામે આવી હતી. પેઢીને કારણદર્શક નોટિસ પાઠવાઈ છે અને છૂટક વેચાણનો પરવાનો તા. 5 ઓક્ટોબર, 2026થી કાયમી રદ થયો છે.

ઓનલાઇન વેચાણ સામે પણ કાર્યવાહી થઈ છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના Sildenafil Citrate જેવી દવાઓના વેચાણ અંગે મંત્રીની સૂચના બાદ તા. 1 ઓક્ટોબરે સુરતના વરાછા વિસ્તારમાં મેસર્સ ડર્મેટીક્સ ઇન્ડિયા પર દરોડો પડ્યો હતો. માન્ય ડ્રગ લાઇસન્સ વિના વેબસાઇટ મારફતે વેચાણ થતું હોવાનું બહાર આવ્યું. Sildenafil, Minoxidil અને Ketoconazole સહિત રૂૂ. 11.26 લાખથી વધુનો જથ્થો જપ્ત થયો છે. નમૂના સરકારી પ્રયોગશાળા FDLવડોદરા ખાતે પૃથક્કરણ માટે મોકલાયા છે. રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *