પ્રેમપ્રકરણમાં પગલું ભર્યાની શંકા, યુવકની હાલત ગંભીર
મોરબીના ધુતારી વિસ્તારમાં રહેતા 3 બાળકના પિતા અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હોય અને બંનેએ કોઈ કારણોસર સજોડે ઝેરી દવા પી લીધી હતી જેમાં 17 વર્ષની સગીરાનું મોત થયું છે તો યુવાનને મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ધુતારી વિસ્તારમાં રહેતા વિક્રમ બાબુભાઈ ડાભી (ઉ.વ.30) અને પાયલબેન (ઉ.વ.17) નામની સગીરા બંનેએ સજોડે મોરબી બાયપાસ રોડ નેક્સસ સિનેમા નજીક સજોડે ઝેરી દવા પી લીધી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ સગીરાનું મોત થયું હતું અને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
બનાવ અંગે તપાસ ચલાવતા બી ડીવીઝન પોલીસ મથકના સતીષભાઈ ગરચર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વિક્રમભાઈ ડાભી પરિણીત છે અને ત્રણ સંતાનોના પિતા છે જેને મોરબી સિવિલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે જયારે સગીરાનું મોત થયું છે બંનેએ સાથે દવા પીધી હોવાથી પ્રેમ પ્રકરણ હોવાની સંભાવના નકારી શકાતી નથી હાલ યુવાન બેભાન અવસ્થામાં છે જે ભાનમાં આવ્યા બાદ તેનું નિવેદન લીધા બાદ ચોક્કસ કારણ જાણી શકાશે હાલ બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીનો આપઘાત
મોરબીના વિધ્યુતાનગર સર્કિટ હાઉસ સામે રહેતા મહિલાએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના વિધ્યુતાનગર સર્કિટ હાઉસ સામે રહેતા શીતલબેન પુનીતભાઈ દેવઇત (ઉ.વ.28) નામની પરિણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
