ભાવનગરના વેપારીને ફેસબુક પરની મિત્રતા ભારે પડી, રૂા.3 લાખ પડાવતી મહિલા સહિત ત્રણ ઝડપાયા

ફુલસરની મહિલાએ મિત્રતા કરી સાળંગપુર ફરવા લઇ ગઇ, સાગરીતોએ પોલીસની ઓળખ આપી ખેલ પાડયો ભાવનગરના એક દવાના વેપારીને ફેસબુક પર મિત્રતા કરી સાળંગપુર દર્શન કરવા…

ફુલસરની મહિલાએ મિત્રતા કરી સાળંગપુર ફરવા લઇ ગઇ, સાગરીતોએ પોલીસની ઓળખ આપી ખેલ પાડયો

ભાવનગરના એક દવાના વેપારીને ફેસબુક પર મિત્રતા કરી સાળંગપુર દર્શન કરવા લઈ ગયા બાદ નકલી ક્રાઈમ બ્રાંચ અધિકારી બની એન્કાઉન્ટરની ધમકી આપી રૂૂ.3.05 લાખની તોડબાજી કરવા બદલ બોરતળાવ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ મામલે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરીને ફુલસરમાંથી વિલાસબેન પુરાણી અને સુરતના ઘનશ્યામ ઉર્ફે શ્યામ અને રાજેશને કાર સાથે ઝડપી પાડ્યા હતા.

મહિલાએ વેપારીને ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી સાળંગપુર દર્શન કરવા જવા રાજી કર્યા હતા. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ વેરના કાર (GJ-15-CJ-5999)માં આવી વેપારીની કાર રોકી હતી. તેઓએ પોતાની ઓળખ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્ટાફ તરીકે આપીને વેપારી ડ્રગ્સ અને ગાંજાના કૌભાંડમાં સંકળાયેલ હોવાનો તથા છોકરીને ભગાડી જવાનો ખોટો આરોપ મૂક્યો હતો. આરોપીઓએ એન્કાઉન્ટર કરવાની ધમકી આપી શરૂૂઆતમાં રૂૂ. 7થી 8 લાખની માગણી કરી હતી, પરંતુ અંતે ગભરાયેલા વેપારી પાસેથી બળજબરીપૂર્વક રૂૂ. 3.05 લાખ પડાવી લીધા હતા.

બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ફુલસરના સ્વામી નારાયણ મંદિર પાછળથી ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂૂભાઈ લાઠીયા (ઉ.વ.37, રહે. કામરેજ, સુરત; મૂળ ચલાલા, અમરેલી), રાજેશ ભીખાભાઈ કાથરોટીયા (ઉ.વ.42, રહે. કામરેજ, સુરત; મૂળ ચલાલા, અમરેલી) અને એક સ્થાનિક મહિલાને કાર સાથે કબ્જે લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ વેપારીને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

ઝડપાયેલા આરોપી ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂૂભાઇ લાઠીયા વિરુદ્ધ બગદાણા, સુરત , અમદાવાદ ગ્રામ્ય, આણંદ તારાપુર અને અમરેલીમાં તેમજ રાજેશ ભીખાભાઇ કાથરોટીયા વિરુદ્ધ સુરત અને અમરેલીમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, પકડાયેલી મહિલા વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં અગાઉ હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને આ મહિલા સહિતની સમગ્ર ટોળકી અગાઉ પણ અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *