અપરાધ સાબિત થાય એ પહેલાં જામીન મેળવવાનો સૌને અધિકાર

ગુનો સાબિત થાય તે પહેલાં જામીન મેળવવો દરેક આરોપીનો બંધારણીય અધિકાર: જયપુર સાહિત્ય મહોત્સવમાં પૂર્વ ડી.વાય. ચંદ્રચુડનું મોટું નિવેદન ઉમર ખાલિદના કેસનો ઉલ્લેખ કરતા તેમણે…

ગુનો સાબિત થાય તે પહેલાં જામીન મેળવવો દરેક આરોપીનો બંધારણીય અધિકાર: જયપુર સાહિત્ય મહોત્સવમાં પૂર્વ ડી.વાય. ચંદ્રચુડનું મોટું નિવેદન ઉમર ખાલિદના કેસનો ઉલ્લેખ કરતા તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો કોઈ નિર્દોષ પાંચ-સાત વર્ષ જેલમાં વિતાવે, તો તે સમયની ભરપાઈ અશક્ય તેમણે નીચલી અદાલતોને જામીન આપવામાં ડરવાને બદલે રાષ્ટ્રીય સુરક્ષાના કેસોમાં પણ કેસની સચોટ તપાસ કરી ન્યાય આપવાની ટકોર કરી.

ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે જયપુર સાહિત્ય મહોત્સવ (JLF) માં હાજરી આપી હતી. વરિષ્ઠ પત્રકાર વીર સંઘવી સાથેની વાતચીતમાં તેમણે જામીન, રાષ્ટ્રીય સુરક્ષા અને ન્યાયિક સુધારા અંગે અનેક ચોંકાવનારા અને મહત્વના મંતવ્યો રજૂ કર્યા હતા.જામીન એ નિયમ છે, જેલ નહીં” ઉમર ખાલિદના જામીન નકારવા અંગેના પ્રશ્નના જવાબમાં ચંદ્રચુડે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય કાયદાનો પાયો ’નિર્દોષતાની ધારણા’ પર ટકેલો છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “જો કોઈ વ્યક્તિ 5 થી 7 વર્ષ જેલમાં વિતાવે અને પછી નિર્દોષ છૂટે, તો તેના ગુમાવેલા વર્ષો પાછા લાવી શકાતા નથી. તેમણે ઉમેર્યું કે જામીન ત્યારે જ રોકી શકાય જો આરોપી પુરાવા સાથે છેડછાડ કરે અથવા ભાગી જવાની શક્યતા હોય.

રાષ્ટ્રીય સુરક્ષા અને નીચલી અદાલતોની ભૂમિકા ચંદ્રચુડે જિલ્લા અને સત્ર અદાલતો દ્વારા જામીન નકારવાની વધતી જતી પ્રવૃત્તિને ચિંતાજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો હોય ત્યારે કોર્ટે કેસની ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ, નહીંતર લોકો વર્ષો સુધી જેલના સળિયા પાછળ સબડતા રહે છે.
ન્યાયતંત્રમાં પારદર્શિતાનો નવો પ્રસ્તાવ પોતાના કાર્યકાળના ઐતિહાસિક નિર્ણયો (ચૂંટણી બોન્ડ, મહિલાઓને કાયમી કમિશન) ને યાદ કરતા તેમણે ન્યાયતંત્રમાં મોટા સુધારાનું સૂચન કર્યું. તેમણે કહ્યું કે ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયામાં માત્ર ન્યાયાધીશો જ નહીં, પરંતુ નાગરિક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો પણ સમાવેશ થવો જોઈએ જેથી સિસ્ટમ વધુ પારદર્શક બને. ચંદ્રચુડ પોતે બહુ જ સારા વકતા અને ન્યાયક્ષેત્ર વિષયક મૌલિક વિચારોના વકતા તરીકે પણ જાણીતા છે.

પૂર્વ ઈઉંઈંએ સ્વીકાર્યું કે આજે પણ ’વૈવાહિક બળાત્કાર’ને ગુનાની શ્રેણીમાં નથી રાખવામાં આવ્યો, જેમાં સુધારાની તાતી જરૂૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમના કાર્યકાળમાં જ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું પ્રાદેશિક ભાષાઓમાં જીવંત પ્રસારણ શરૂૂ થયું હતું, જેણે ન્યાયતંત્રને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *