દેશની દરેક જમીનને મળશે ‘ભૂ-આધાર’, કેન્દ્ર દ્વારા નવી લેન્ડ રેકોર્ડ સ્કીમ લોન્ચ

નાગરિકોના આધાર કાર્ડની જેમ હવે દેશમાં દરેક જમીનના પ્લોટ અને ખેતરની પણ પોતાની એક આગવી ડિજિટલ ઓળખ હશે. કેન્દ્ર સરકારે જમીનના રેકોર્ડને સંપૂર્ણપણે પારદર્શક, ડિજિટલ…

નાગરિકોના આધાર કાર્ડની જેમ હવે દેશમાં દરેક જમીનના પ્લોટ અને ખેતરની પણ પોતાની એક આગવી ડિજિટલ ઓળખ હશે. કેન્દ્ર સરકારે જમીનના રેકોર્ડને સંપૂર્ણપણે પારદર્શક, ડિજિટલ અને એકીકૃત કરવા માટે ’ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ’ (DILRMP 3.0) ના ત્રીજા તબક્કાની સત્તાવાર શરૂૂઆત કરી દીધી છે. ગુરુવારે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ અત્યાધુનિક યોજનાની નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.

આ નવી સ્કીમ હેઠળ દેશના દરેક જમીનના પ્લોટને 14 આંકડાનો ’ભૂ-આધાર’ એટલે કે યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર (ULPIN) ફાળવવામાં આવશે. વર્ષ 2026 થી 2031 સુધીના સમયગાળા માટે કેન્દ્ર સરકારે આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 565.5 કરોડ રૂૂપિયાનું માતબર બજેટ ફાળવ્યું છે. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય જમીનના જૂના અને નવા રેકોર્ડ્સ, નકશા (મેપ), રજીસ્ટ્રેશન અને જમીન સંબંધિત અન્ય તમામ ડેટાને સિંગલ GIS (જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ) આધારિત ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનો છે.

યોજનાની માર્ગદર્શિકા લોન્ચ કરતા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, “જમીન એ માત્ર માટીનો ટુકડો નથી, તે આપણા ખેડૂતોનું ગૌરવ છે, આપણા પૂર્વજોના આશીર્વાદ છે અને આવનારી પેઢીઓની ઓળખ છે.” તેમણે ઉમેર્યું કે આ યોજના માત્ર વ્યક્તિગત રેકોર્ડના ડિજિટાઈઝેશન પૂરતી સીમિત નથી, પરંતુ તે એક ’યુનિફાઇડ લેન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ ઊભી કરશે. ભૂ-આધારના અમલથી ખેડૂતોને બેંકોમાંથી ધિરાણ (લોન) મેળવવામાં ખૂબ સરળતા રહેશે અને પોતાના જમીનના કામકાજ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી કાયમી મુક્તિ મળશે.

14 આંકડાનો આ ભૂ-આધાર નંબર જમીનના ભૌગોલિક સ્થાન એટલે કે અક્ષાંશ (Latitude) અને રેખાંશ (Longitude) ના જીપીએસ ડેટાના આધારે તૈયાર કરવામાં આવશે. દરેક પ્લોટ માટે આ નંબર તદ્દન અલગ હશે, જેનાથી જમીનની ઓળખ 100 ટકા સચોટ બનશે. પરિણામે પાડોશીઓ વચ્ચે થતા સરહદના વિવાદો (બાઉન્ડ્રી ડિસ્પ્યુટ) અથવા દબાણની સમસ્યામાં મોટો ઘટાડો થશે. આ યોજના અંતર્ગત દરેક રાજ્ય પોતાનો અલગ ’લેન્ડ સ્ટેક’ (Land Stack) તૈયાર કરશે, જેને ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરના નેશનલ લેન્ડ સ્ટેક સાથે જોડી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *