અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તે ચીન સાથે ટ્રેડ ડીલ સમાપ્ત નહીં કરે તો અમેરિકા તેના પર 100% ટેરિફ લાદશે. તેમણે સ્પષ્ટતા કરી કે આ પગલું અમેરિકાના વેપાર હિતોનું રક્ષણ કરવા માટે લઈ શકાય છે. અગાઉ, અમેરિકાના વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર અમેરિકન વેપાર કરારને સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
વાણિજ્ય વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લુટનિક અમેરિકા અને કેનેડા વચ્ચેના અસંતુલિત વેપાર તરફ ઈશારો કરી રહ્યા હતા અને કેનેડા અમેરિકાના 30 ટ્રિલિયન અર્થતંત્રનો લાભ કેવી રીતે લઈ રહ્યું છે. લુટનિકે ટ્રમ્પ પ્રશાસન સામે કેનેડાના વલણની ટીકા કરી હતી. તેમણે ભૂતપૂર્વ કેનેડિયન વેપાર અધિકારીના એ સૂચનને ફગાવી દીધું કે કેનેડા વાટાઘાટો ધીમી કરીને ફાયદો મેળવી શકે છે. તેને તેમણે “અત્યાર સુધીની સૌથી ખરાબ રણનીતી” ગણાવી હતી. લુટનિકે કહ્યું કે જ્યારે કેનેડા અને મેક્સિકો સાથે યુએસના કેટલાક સંબંધો “મૂળભૂત” છે, ત્યારે એકંદરે વેપાર કરાર “ખરાબ ઔદ્યોગિક નીતિ” છે.
જેણે યુનાઇટેડ સ્ટેટ્સને નુકસાન પહોંચાડ્યું છે. આ ધમકી અમેરિકા અને કેનેડા વચ્ચે વધતા વેપાર તણાવનો સંકેત આપે છે. ટ્રમ્પે કહ્યું છે કે જો કેનેડા ચીન સાથે વેપાર કરાર કરશે તો તેઓ કેનેડિયન આયાત પર 100% ટેરિફ લાદશે.
