ચાલુ વર્ષનાં સપ્ટેમ્બર-ઓકટોબરમાં યોજાનારી રાજય વિધાનસભાની ચુંટણી અગાઉ શાસક એનડીએ છાવણીમાં ખેંચતાણ વધી છે.
આજે કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીના હિંદુસ્તાન અવાજ પાર્ટીના દલિત સંમેલનમાં મુખ્યમંત્રી નીતિશકુમારે હાજરી આપી પણ માત્ર 15 સેક્ધડ ભાષણ આપી રવાના થઇ ગયા હતા.
બીજી તરફ રાજયમાં મુખ્ય વિપણ આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે નીતિશકુમારનો ખેલ ભાજપ પુરો કરી નાખશે. થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી નીતિશકુમારના પુત્રએ મમરો મુકયો હતો કે એનડીએને મુખ્યમંત્રીના નામની ઘોષણા ચુંટણી પહેલા કરી દેવી જોઇએ.
આ સંદર્ભમાં બિહાર ભાજપ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે કહ્યું કે, વર્ષ 2025ની ચૂંટણી નીતીશકુમારના નેતૃત્ત્વમાં જ લડવામાં આવશે. પરંતુ ભાજપ સંસદીય બોર્ડ નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ હશે. ભાજપના આ બેતરફી નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
જયસ્વાલના આ નિવેદને અનેક સવાલો ઉભા કર્યા છે. શું નીતિશ કુમાર બનશે આગામી સીએમ? જો એનડીએ જીતશે તો શું તેઓ મુખ્યમંત્રી બનશે? આ પ્રશ્નો હવે ચર્ચાનો વિષય બન્યા છે.
બિહારમાં આજથી બિહાર વિધાનસભા સત્ર શરૂૂ થઈ રહ્યું છે. નીતિશ કુમારની સરકાર 2025-26નું બજેટ રજૂ કરશે. બજેટ સત્ર દરમિયાન બિહાર બીજેપી અધ્યક્ષના સીએમ ફેસ નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.