4 રાજ્યોની વિધાન પરિષદની 28 બેઠકોની ચુંટણીના પરિણામો અને ટ્રેન્ડ મુુજબ કર્ણાટકમાં શાસક કોંગ્રેસ વિરૂધ્ધ સ્પષ્ટ જનમત દેખાયો છે. ત્યાંની ચારેય બેઠકો ભાજપ-જેડીયુએસ ગઠબંધને જીતી છે. એટલું જ નહીં 4 રાજયોમાંથી એક પણમાં તેમનું ખાતુ ખુલ્યું છે. જયારે યુપી, બિહાર અને મહારાષ્ટ્રમાં પરિણામો મિશ્ર રહ્યા છે. એ જોતા કોઇપણ પક્ષ કે ગઠબંધનની લહેર દેખાઇ નથી. ખાસ કરીને આવતા વર્ષે યોજાનારી ચુંટણીને જોતા યુપીના પરિણામો મહત્વના માનવામાં આવે છે. અહીં 11 બેઠકોના પરિણામો રૂઝાન મુજબ ભાજપને 6 બેઠકો અને સપાને પાંચ બેઠકો મળી શકે છે. ભાજપને આંચકો આપનારી વાત એ છે કે વારાણસીમાં શિક્ષક અને સ્નાતક વર્ગની બન્ને બેઠકો સપાએ કબજે કરી છે. વડાપ્રધાન મોદીનો આ સંસદીય મત વિસ્તાર છે. એ જોતા પરિણામો રોચક બન્યા છે.
બિહારની 5માંથી 4 બેઠકોન પરિણામો અનુસાર ભાજપ, આરજેડી, જનસુરાજ અને ભાજપના બાગી પક્ષને એકએક બેઠકો મળી છે. પ્રશાંત કિશોરે વિધાનસભાની પેટાચુંટણી જીતી પક્ષનું ખાતુ ખોલાવ્યું હતું. હવે દરભંગા શિક્ષક વિભાગની બેઠક જીતી જનસુરાજે વિધાનપરિષદમાં પણ હાજરી પુરાવી છે. મહારાષ્ટ્રની પાંચ બેઠકોમાંથી ત્રણ પણ શાસક મહાયુતિ અને બાકીની બેઠકો પર મહાવિકાસ અઘાડીને ફાળે જાય તેવું મતગણતરીના વલણો સુચવે છે.
કર્ણાટક વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડ્યો છે, કારણ કે તે એક પણ બેઠક જીતી શક્યો નથી. ચૂંટણી લડવામાં આવેલી તમામ ચાર બેઠકો પર NDAનો વિજય થયો છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ ત્રણ બેઠકો જીતી છે, જ્યારે તેના સહયોગી પક્ષ જનતા દળ (સેક્યુલર) JD(S)ને એક બેઠક મળી છે. નોંધનીય છે કે, દેશના ચાર રાજ્યોમાં આવેલી આ 28 બેઠકો માટેનું મતદાન બેલેટ પેપર (મતપત્રો) દ્વારા કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ માટે એક મોટો ઝટકો એ રહ્યો કે, બેંગલુરુ શિક્ષક મતવિસ્તારમાં BJP-JD(S) ગઠબંધનના ઉમેદવાર એ.પી. રંગનાથે કોંગ્રેસના વર્તમાન MLC પુટ્ટન્નાને પરાજય આપ્યો.
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીમાં, BJP 11માંથી 6 બેઠકો જીતતી જણાય છે, જ્યારે જઙ 5 બેઠકો મેળવવાની સ્થિતિમાં છે. BJPએ અત્યાર સુધીમાં 5 બેઠકો જીતી લીધી છે અને એક બેઠક પર આગળ છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં BJPને હારનો સામનો કરવો પડ્યો છે. જઙએ 3 બેઠકો જીતી છે અને 2 બેઠકો પર આગળ છે.
ચૂંટણીમાં – જેને UP વિધાનસભા ચૂંટણીની ’સેમી-ફાઈનલ’ તરીકે જોવામાં આવે છે – 11માંથી 8 બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. BJPએ 5 બેઠકો જીતી છે અને SPએ 3 બેઠકો જીતી છે. બાકીની 3 બેઠકો માટે મતગણતરી ચાલુ છે, જેમાં BJP એક બેઠક પર અને SPબે બેઠકો પર આગળ છે.
બિહાર વિધાન પરિષદની આઠ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. ’શિક્ષક મતવિસ્તાર’ ની ચાર બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. આ બેઠકો પર વિવિધ પક્ષો અને એક અપક્ષ ઉમેદવારનો વિજય થયો છેભાજપ, RJD, જન સુરાજ અને એક અપક્ષ ઉમેદવારે એક-એક બેઠક જીતી છે. બીજી તરફ, કોંગ્રેસ પક્ષ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે. પટના શિક્ષક મતવિસ્તારમાં, RJDના ડો. સંજીવે ભાજપના નવલ કિશોરને હરાવ્યા. નવલ કિશોર લગભગ 30 વર્ષ સુધી વિધાન પરિષદના સભ્ય રહ્યા હતા.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો માટે મતગણતરી શરૂૂ થયાના 24 કલાક બાદ, બુધવારે સવારે સત્તાધારી ’મહાયુતિ’ ગઠબંધન ત્રણ મતવિસ્તારોમાં આગળ છે, જ્યારે વિરોધ પક્ષ ’મહારાષ્ટ્ર વિકાસ આઘાડી’ (ખટઅ) બે બેઠકો પર આગળ છે. જે પાંચ બેઠકો પર મતદાન થયું હતું.
