મોરબીમાં મિલકત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ

મોરબીમાં મિલ્કત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાએ ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…

મોરબીમાં મિલ્કત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાએ ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં રવાપર રોડ પર રહેતાં વર્ષાબેન પ્રદીપભાઈ વિરસોડીયા નામના 45 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતા ત્યારે સાંજના સમયે ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. પ્રૌઢાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં વર્ષાબેનને મિલકત મુદ્દે ઝઘડો થતાં ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ચોટીલાના સાલખડા ગામે રહેતાં વિક્રમ નથુભાઈ સાગઠીયા નામના 22 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *