બાબરીયા રેન્જના ઝાંખીયા વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરવાના પ્રયાસમાં 8 યુવકોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. વેરાવળ, વંથલી અને રાજકોટના આ યુવકો રાત્રિના સમયે ફોરેસ્ટ સેટલમેન્ટ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા હતા.બાબરીયા આર.એફ.ઓ.ની સૂચના મુજબ, વન વિભાગનો સ્ટાફ રાત્રિ દરમિયાન જંગલ અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ઝાંખીયા નજીકના ફોરેસ્ટ સેટલમેન્ટ વિસ્તારમાં આ યુવકોને પકડી પાડવામાં આવ્યા હતા. વન વિભાગે તમામ યુવકો પર કુલ રૂૂપિયા 80,000નો દંડ ફટકાર્યો છે.આ કાર્યવાહીની અસર બાબરીયા અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ગેરકાયદે સિંહ દર્શન કરવા માટે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગની આ કડક કાર્યવાહી સિંહોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.