તહેરાનના શોપિંગ સેન્ટરમાં ભેદી આગમાં આઠનાં મોત, 36 ઘવાયા

ઈરાનની રાજધાની તેહરાન નજીક આવેલા અંદીશેહ શહેરમાં એક મોટો અગ્નિ કાંડ સર્જાયો છે. મંગળવારે રાત્રે અરઘવન શોપિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા…

ઈરાનની રાજધાની તેહરાન નજીક આવેલા અંદીશેહ શહેરમાં એક મોટો અગ્નિ કાંડ સર્જાયો છે. મંગળવારે રાત્રે અરઘવન શોપિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 36 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.સોશિયલ મીડિયા અને ટેલિવિઝન પર વાયરલ થયેલા ફૂટેજમાં બહુમાળી ઇમારતમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, અને અધિકારીઓ આ મામલે સઘન તપાસ ચલાવી રહ્યા છે. આગની જવાળાઓ અને ધુમાડો દેખાતાવેંત સાયરનો ગુંજી ઉઠી હતી અને હવાઇ હુમલાના ડરથી સમગ્ર પાટનગરમાં અફડાતફડી મચી ગઇ હતી. ત્યારબાદ પોલીસના વાહનોએ આખા શહેરનો રાઉન્ડ લીધો હતો.

નોંધનીય છે કે આ દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી યુદ્ધવિરામ ચાલી રહ્યો છે. જોકે, આ આગની ઘટના યુદ્ધ સાથે જોડાયેલી હોવાના કોઈ સંકેતો હજુ સુધી મળ્યા નથી. સ્થાનિક પ્રશાસન હાલમાં નુકસાનનો અંદાજ લગાવી રહ્યું છે. ઇરાનિયન સેનાધિકારીએ એક સતાવાર પોસ્ટમાં આ દુર્ઘટનાની પુષ્ટિ કરી હતી પરંતુ તેણે અમેરિકા કે ઇઝરાયેલનો હુમલો હોવા અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *