અપરાધીઓ માથાભારે હોવાથી સશસ્ત્ર દળોનો કાફલો અધિકારીઓએ સાથે રાખ્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કથિત રેતી અને કોલસાની દાણચોરીના કેસોના સંદર્ભમાં અનેક સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
ઇડી ટીમોએ કેન્દ્રીય સશસ્ત્ર દળો સાથે મળીને સવારે 6.30 વાગ્યાથી દિલ્હી, કોલકાતા, આસનસોલ, દુર્ગાપુર અને પશ્ચિમ બર્ધમાન જિલ્લાના અન્ય ભાગોમાં શોધખોળ હાથ ધરી હતી.જે સ્થળોએ શોધખોળ કરવામાં આવી તેમાં આસનસોલમાં નવા નિયુક્ત બુડબુડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર-ઇન-ચાર્જ (ઓસી) મનોરંજન મંડલનું નિવાસસ્થાન પણ સામેલ હતું. રેતી અને કોલસાના બે નંબરી કારોબારમાં પોલીસ ખાતા ઉપરાંત બંગાળ સરકારના ખાણ-ખનીજ વિભાગના અન્ય અનેક કૌભાંડકારી અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની કેન્દ્રની તપાસ એજન્સીને દહેશત છે. ઉપરાંત તેમાંના કેટલાક અન્ડરવર્લ્ડ સાથે પણ જોડાયેલા હોવાથી સશસ્ત્ર દળોનો મોટો કાફલો ઇડી અધિકારીઓએ પોતાની સાથે રાખ્યો હતો.
