અમદાવાદ વર્ષ 2026ની શરૂૂઆતથી જ અમદાવાદમાં ઊઉના દરોડા વધી ગયા છે. 40 દિવસમાં અમદાવાદમાં ઊઉના પાંચમી વખત દરોડા પડ્યા છે. અમદાવાદના પાન મસાલાના મોટા વેપારીના જુહાપુરા અને દાણીલીમડામાં આવેલી ત્રણ પ્રિમાઇસિસ પર ઊઉની ટીમે દરોડા પાડી હવાલાની વિગતો એકત્રિત કરી છે. મોટી સંખ્યામાં આવેલા અધિકારીઓ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડી હવાલા સંબંધિત તપાસ કરી હતી.
બેંક એકાઉન્ટ અને મિલકતોની પણ ખરાઈ કરવામાં આવી છે. અધિકારીઓએ કોઈ મિલકતો ટાંચમાં લીધી કે બેંક એકાઉન્ટ ફ્રિઝ કર્યા છે કે કેમ તેની વિગતો જાણી શકાયી નથી. ભૂતકાળમાં કરોડો રૂૂપિયાના હવાલા અંગે શરૂૂ થયેલી તપાસમાં ઊઉના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
અમદાવાદના પાન મસાલાના મોટા વેપારી અને ભૂતકાળમાં પાન મસાલાનું ઉત્પાદન પણ કરતાં ગ્રૂપના જુહાપુરા અને દાણીલીમડામાં આવેલી ઓફિસ અને નિવાસસ્થાન પર સોમવારે ઊઉના અધિકારીઓ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટક્યા હતા. હાલમાં જે પાન મસાલા બજારમાં ધૂમ મચાવી રહ્યા છે, તેના કરતા મોટા વેપારી ગ્રૂપ દ્વારા ઘણા સમય પહેલા પ્રોડક્શનના યુનિટ વેચી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે.
જોકે તેમણે ભૂતકાળમાં આચરેલી નાણાંકીય ગેરરીતિઓ અને વિદેશમાં પડેલા કરોડોના હવાલા અંગે તે સમયે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની તપાસ હવે ઊઉની ટીમ કરી રહી છે. આ તપાસના અનુસંધાનમાં અધિકારીઓએ દરોડા પાડી તપાસ કરી હતી. પાન મસાલાના વેપારીના ઘરમાં મળી આવેલા દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે. હાલ કોઈ રોકડ જપ્ત કરવામાં આવી હોવા કે બેંક એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવ્યા હોવા અથવા કોઈ મિલકતો ટાંચમાં લેવામાં આવી હોવાની માહિતી મળી નથી.
