એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન અને તેની એન્ટિટી મેસર્સ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય સહયોગીઓના 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઈડી દ્વારા આ દરોડા તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મેઘાલય અને પંજાબમાં પાડવામાં આવ્યા હતા. સર્ચ દરમિયાન, ઈડીએ 12.41 કરોડ રૂૂપિયાના ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને રોકડ જપ્ત કરી છે.
આ સિવાય કેન્દ્રીય એજન્સીએ 6.42 કરોડ રૂૂપિયાની FDR પણ ફ્રીઝ કરી દીધી છે. 14 નવેમ્બરે પણ ઈડીએ સેન્ટિયાગો માર્ટિનના 20 સ્થળો પર દરોડા પાડ્યા હતા. માર્ટિને ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને રૂૂ. 1,300 કરોડથી વધુનું દાન પણ આપ્યું હતું.
લોટરી કિંગ માર્ટિનના 22 ઠેકાણે ઈડીના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન અને તેની એન્ટિટી મેસર્સ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય સહયોગીઓના 22 સ્થળો પર દરોડા પાડ્યા…
