બિહાર અને નેપાળમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 2.36 કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.5 હતી. આ સિવાય પાકિસ્તાનમાં પણ ધારા ધ્રુજી હતી. ત્યાં તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. હાલ ત્રણેય જગ્યાએ કોઈ નુકસાનના સમાચાર નથી. ગયા મહિને પણ બિહારથી નેપાળ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 7.1 માપવામાં આવી હતી.
ભૂકંપ નેપાળના લોબુચેથી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 84 કિલોમીટર દૂર આવ્યો હતો, જેની ઊંડાઈ 10 કિમી હતી. નેપાળમાં ભૂકંપ સામાન્ય છે. નેપાળ વિશ્વના તે ખતરનાક ક્ષેત્રમાં છે, જેને સૌથી સક્રિય ટેકટોનિક ઝોન કહેવામાં આવે છે.નેપાળમાં ઘણી વખત સિસ્મિક એક્ટિવિટી નોંધવામાં આવી છે. આ જ કારણ છે કે તે ધરતીકંપ જેવી કુદરતી આફતો માટે સૌથી વધુ જોખમ ધરાવતો વિસ્તાર છે. નેપાળમાં જ્યારે પરિસ્થિતિ વણસી જાય છે ત્યારે સમયાંતરે એલર્ટ જારી કરવામાં આવે છે અને ઘણા અહેવાલોમાં તેને જોખમી ક્ષેત્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે.
ભૂકંપની દ્રષ્ટિએ નેપાળની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. અહેવાલ અનુસાર બિહાર ઉપરાંત સિલિગુડી સહિત અન્ય ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિક સમય મુજબ રાત્રે 2:36 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
ભારતની સાથે, તિબેટ અને ચીન સહિતના કેટલાક પડોશી વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. સિંધુપાલચોકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “ભૂકંપના આંચકા એટલા ભારે હતા કે અમારે ઊંઘમાંથી દોટ મૂકવી પડી હતી. જોકે હવે લોકો પોતાના ઘરે પાછા ફર્યા છે. અમને અત્યાર સુધી કોઈ નુકસાન કે ઈજાના કોઈ અહેવાલ મળ્યા નથી.
ગયા વર્ષે ભૂકંપને કારણે નેપાળમાં તબાહી સર્જાઈ હતી
ગયા વર્ષે નવેમ્બરમાં નેપાળમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. 6.4ની તીવ્રતાના આ ભૂકંપને કારણે ઘણું જાન-માલનું નુકસાન થયું હતું. ભૂકંપના કારણે 157 લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. 8 હજારથી વધુ મકાનો ધરાશાયી થયા હતા.