ભાવનગરની સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નયનાએ બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ખાનગી ગેસ્ટહાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે, આપઘાત પહેલા નયનાએ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો જેમાં ડીવાયએસપી રીમા ઝાલાના ત્રાસના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા નયના બારૈયાએ એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.
આ વીડિયોમાં તેણે ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. નયના બારૈયાએ વીડિયોમાં જણાવ્યું હતું કે ડીવાયએસપી રીમા ઝાલા તેમને સતત માનસિક ત્રાસ આપતા હતા અને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરતા હતા.
આ ઘટના બાદ નયના બારૈયાના ભાઈએ પણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ડીવાયએસપી રીમા ઝાલા તેમની બહેનને હેરાન પરેશાન કરતા હતા, જેના કારણે તેમની બહેને દવા પી લીધી. તેણે ડીવાયએસપી રીમા ઝાલા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી છે.
ભાવનગરના સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સામે વધુ એક ફરિયાદ થવા પામી છે. જે બાદ નયના બારૈયાએ ડીવાયએસપી રીમા ઝાલા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. જેમાં સોશિયલ મીડિયા પર વીડિયો મુકી ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મારી વિરૂૂદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારી સામે ડીવાયએસપી રીમાબેન ઝાલાએ 5 ગુના નોંધ્યા છે.
મારા ઘરેથી વસ્તુ મળી હોય તો વીડિયો આપે. મારા કબજામાંથી બોટલ મળે તો ત્રણ સામે ગુનો કેમ નોંધાયા? મારા ઘરેથી બોટલ મળી તો વીડિયોગ્રાફી કેમ નહી? એસ્ટ્રોસીટી, ફરજમાં રૂૂકાવટ, દારૂૂની બોટલના કેસ કર્યા, મારી ધરપકડ થઈ ત્યારે મહિલા પોલીસ કર્મચારી હતા નહી, જેલમાંથી સીમ કાર્ડ પકડાય તેમા મને આરોપી બનાવાય છે. ડીવાયએસપી રીમા ઝાલા મારી સામે ચોથો ગુનો દાખલ કરાવે છે. મારી સામે આજે પાંચમો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુંદનને મહુવા બોલાવી મારી સામે ગુનો દાખલ કરાવ્યો.મે કોઈનુ ખબાર નથી કર્યું તો શા માટે મારી સાથે આવું કમે છે.
