મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે અસલી રાજકીય રમત શરૂૂ થઈ છે. પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભલે ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હોય, પરંતુ સત્તાની અસલી ચાવી અને ’કિંગમેકર’ મેયર પદની રેસ હવે અનિશ્ચિત બની ગઈ છે કારણ કે શિંદે જૂથે ગઠબંધનમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે કડક શરતો મૂકી દીધી છે. મહાયુતિ ગઠબંધન માટે હવે મેયર નક્કી કરવો એ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.
આંકડાકીય ગણિત મજવું ખૂબ જરૂૂરી છે. કુલ 227 બેઠકો ધરાવતી ઇખઈ માં સત્તા સ્થાપવા માટે 114 નો જાદુઈ આંકડો પાર કરવો પડે છે. વર્તમાન સ્થિતિમાં ભાજપ પાસે 89 બેઠકો છે, જે બહુમતીથી 25 બેઠકો ઓછી છે. બીજી તરફ, એકનાથ શિંદેની શિવસેના પાસે 29 બેઠકો છે. જો બંને પક્ષો ભેગા થાય તો જ તેમની પાસે કુલ 118 સભ્યો થાય છે, જે બહુમતી માટે પૂરતા છે. ઉદ્ધવ ઠાકરે પાસે 65, કોંગ્રેસ પાસે 24, ખઈંખ પાસે 8 અને રાજ ઠાકરેની ખગજ પાસે 6 બેઠકો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે શિંદેના 29 કોર્પોરેટરો વિના ભાજપ માટે મેયર બનાવવો અશક્ય છે, અને આ જ કારણ છે કે શિંદે જૂથ હવે પોતાની શરતો પર સોદાબાજી કરી રહ્યું છે. શિંદે એની હેસિયતથી વધુ ઉંચા ચાલતા હોવાનો ભાજપના ટોચના નેતાઓનો મત છે.
આ અનિશ્ચિતતા વચ્ચે મુંબઈમાં ફરી એકવાર ’રિસોર્ટ પોલિટિક્સ’ શરૂૂ થઈ ગયું છે. એકનાથ શિંદેએ સાવચેતીના ભાગરૂૂપે પોતાના તમામ 29 વિજેતા કાઉન્સિલરોને બાંદ્રાની ફાઇવ સ્ટાર હોટેલ તાજ લેન્ડ્સ એન્ડમાં શિફ્ટ કરી દીધા છે. જોકે, પાર્ટીના નેતા રાહુલ શેવાળે આને ’વર્કશોપ’ અને બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિની તૈયારી ગણાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પાર્ટીને પોતાના કોર્પોરેટરો તૂટવાનો ડર સતાવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે જૂથે ભાજપ સમક્ષ મેયર પદ માટે ’રોટેશનલ પોલિસી’ એટલે કે પહેલા 2.5 વર્ષ માટે શિંદે જૂથનો મેયર અને બાકીના સમય માટે ભાજપનો મેયર – તેવી શરત મૂકી છે. આ ઉપરાંત, તેઓ ઇખઈની તિજોરી ગણાતી શક્તિશાળી ’સ્થાયી સમિતિ’નું ચેરમેન પદ પણ ઈચ્છી રહ્યા છે.
આ ધમધમાટ વચ્ચે નેતાઓના નિવેદનો પણ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કટાક્ષ કરતા કહ્યું છે કે, “ભાજપની નીતિ ’વાપરો અને ફેંકી દો’વાળી છે. જે લોકો અમને છોડીને ગયા હતા, હવે તેમને જ ડર લાગી રહ્યો છે કે તેમના લોકો ભાગી જશે.” બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, જે હાલમાં વિદેશ પ્રવાસ પર છે, તેમણે દાવોસથી સ્પષ્ટ કર્યું છે કે કોઈ હોર્સ ટ્રેડિંગ થશે નહીં અને તેઓ પરત ફર્યા બાદ શિંદે સાથે મળીને અંતિમ નિર્ણય લેશે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ શિંદેની શરતો સ્વીકારે છે કે કોઈ નવો રસ્તો કાઢે છે. સસ્પેન્ડ હજૂ ટાળવાની વકી છે અને ભાજપની જીતનો રૂઆબ શિંદે સામે ઘટવા લાગ્યા છે.
