મહારાષ્ટ્રમાં ડ્રગ ઈન્સ્પેકટર પરીક્ષાનું પેપર લીક થતાં ધમાસાણ: ભરતી પ્રક્રિયા અટકાવાઈ

CJP નું આંદોલન પૂરું થયું ત્યાં જ મહારાષ્ટ્રમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો વિવાદ સામે આવ્યો છે. મહારાષ્ટ્ર લોક સેવા આયોગ (MPSC)…

CJP નું આંદોલન પૂરું થયું ત્યાં જ મહારાષ્ટ્રમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો વિવાદ સામે આવ્યો છે. મહારાષ્ટ્ર લોક સેવા આયોગ (MPSC) દ્વારા યોજાયેલી ડ્રગ ઈન્સ્પેક્ટર (ઔષધિ નિરીક્ષક) ભરતી પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપો બાદ આખી ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. આ નિર્ણયના કારણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનારા 488 ઉમેદવારોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે.

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCPS) ના ધારાસભ્ય રોહિત પવારે આ મામલે સઘન તપાસની માગ કરી છે.
MPSC ના અધ્યક્ષ વિવેક ભીમનવારે જણાવ્યું હતું કે, ’22 માર્ચે યોજાયેલી આ પરીક્ષામાં લગભગ 31,000 ઉમેદવારો બેઠા હતા. 12 જૂને પરિણામ આવ્યા બાદ 1 થી 12 જુલાઈ વચ્ચે ઈન્ટરવ્યૂ યોજાયા હતા. 21 જુલાઈએ આયોગને ગેરરીતિ અંગે ઈ-મેઈલ મળ્યો હતો, પરંતુ તે અસ્પષ્ટ હતો. ત્યારબાદ 23 જુલાઈએ અન્ય એક ઈ-મેઈલ મારફતે વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ મોકલાયા હતા, જેમાં દાવો કરાયો હતો કે પ્રશ્નપત્ર 20 માર્ચે જ લીક થઈ ગયું હતું.’ તેમણે ઉમેર્યું હતું કે આયોગની સાખ જાળવવા FIR નોંધવાની પ્રક્રિયા શરૂૂ કરાઈ છે અને તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે.

ફરિયાદ કરનાર ઋષિકેશ ગંગુરડે પાટીલ અને સુરેશ શિરસાઠ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા. ઋષિકેશ પાટીલે દાવો કર્યો હતો કે, ’પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં 20 થી 25 જેટલા ઉમેદવારોને શંકાસ્પદ રીતે ખુબ જ ઊંચા માર્ક્સ મળ્યા છે.’ તો બીજી તરફ, NCPS ના ધારાસભ્ય રોહિત પવારે પારદર્શક તપાસની માગ કરતા કડક કાયદાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો હતો.

બીજી તરફ, પંજાબ અને ઝારખંડમાં પેપરલીકની ઘટનાઓએ રાષ્ટ્રીય ઘમાસાણ ઉભુ કર્યુ છે. કોંગ્રેસના પંજાબના સાંસદોએ આજે સંસદ પરિસરમાં માન સરકાર સામે દેખાવો કર્યા હતાં. પંજાબના મુખ્યમંત્રીએ કોઈપણ પેપર લીક થયાનો દાવો કર્યો છે. આખું જ ઝારખંડમાં જેએમએમના કોંગ્રેસ સરકાર સામે થઈ રહ્યું છે. ભાજપે જિલ્લા સ્તરથી માંડી રાંચી સુધી દેખાવો કર્યા હતાં. આ મુદ્દે સંસદ બહાર પણ ઈન્ડયા ગઠબંધનને નિશાન બનાવ્યું છે. ઝારખંડમાં 2024માં જેએસએસસી કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ સ્પર્ધાત્મક પરીક્ષા અને ફેબ્રુઆરી 2025માં ઝારખંડ એકેડેમીક કાઉન્સિલ દ્વારા લેવાતી ધોરણ 10ના પેપરો લીક થયા હતાં અને એ પછી બન્ને પરીણામો રદ કરાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *