ડો.શાહીન મસૂદ અઝહરની બહેનના સંપર્કમાં હતી: દિલ્હી વિસ્ફોટ મામલે તપાસમાં ચોંકાવનારો ખુલાસો

મહિલા આતંકવાદી બ્રિગ્રેડ તૈયાર કરવા કામગીરી સોંપાઇ હતી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા થયેલા વિસ્ફોટ બાદ એક મોટો ખુલાસો થયો છે. હરિયાણાના ફરીદાબાદથી…

મહિલા આતંકવાદી બ્રિગ્રેડ તૈયાર કરવા કામગીરી સોંપાઇ હતી

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા થયેલા વિસ્ફોટ બાદ એક મોટો ખુલાસો થયો છે. હરિયાણાના ફરીદાબાદથી પકડાયેલી જૈશની મહિલા વિંગની હેડ ડો.શાહીનને લઈને ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.
ડો. શાહીન લખનઉમાં રહે છે અને ધરપકડ કરાયેલો આતંકવાદી ડો. મુઝમ્મિલની ગર્લફ્રેન્ડ પણ છે. સોમવારે એક દિવસ પહેલા ફરીદાબાદથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે ડો. શાહીન જૈશ-એ-મોહમ્મદનો હેડ મસૂદ અઝહરની બહેન સહીદા અઝહરના સંપર્કમાં હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, તેના કહેવા પર તે ભારતમાં જૈશ માટે એક મહિલા આતંકવાદી બ્રિગેડ તૈયાર કરી રહી હતી. તે જૈશના જમાત ઉલ મોમિનત સંગઠન સાથે સંકળાયેલી હતી.

લખનઉની રહેવાસી શાહીન ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કરે છે. મુઝમ્મિલની માહિતી પર જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં તેની ધરપકડ કરી હતી, જેણે તેની કારમાં AK-47 છુપાવવાની મંજૂરી આપી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે પણ એ જ આતંકવાદી નેટવર્કનો ભાગ હતી.

આ દરમિયાન દિલ્હી પોલીસની એક ટીમ અલ ફલાહ યુનિવર્સિટી પહોંચી છે. તેઓ સીસીટીવી કેમેરા ચકાસી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસની ટીમો હજુ પણ યુનિવર્સિટીની અંદર હાજર છે. મેડિકલ કોલેજના કેટલાક સ્ટાફ સભ્યોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

કે ડો. શાહીનનું અંગત જીવન પણ ખૂબ જ તણાવપૂર્ણ હતું. તેણી વારંવાર તેના પતિ ઝફર હયાત સાથે ઝઘડતી હતી. આખરે 2015માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી તે કાનપુર અને લખનઉથી ગાયબ થઈ ગઈ. કોલેજમાં તેનું વર્તન સામાન્ય હતું, પરંતુ તે તેના અંગત જીવન વિશે ખૂબ જ શાંત રહી. હવે, ફરીદાબાદમાં તેની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓએ કેટલાક ચોંકાવનારા તથ્યોનો પર્દાફાશ કર્યો છે. ડો. શાહીન પર જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ જમાત-ઉલ-મોમિનતની ભારતની ચીફ હોવાનો આરોપ છે. એજન્સીઓનું કહેવું છે કે તેણી આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે ભારતમાં મહિલાઓની ભરતી કરવાનું કામ કરતી હતી. તેની કારમાંથી એક AK રાઇફલ, ત્રણ મેગેઝિન, એક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. કાર અલ ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી આવી હતી, જ્યાં તેના સાથી ડો. મુઝમ્મિલ કામ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *