મારી સાથે આ ભાષામાં વાત નહીં કરવાની: મંત્રી તાડુકયા

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના સંસદીય ક્ષેત્ર ગુનામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા અધૂરા રહેલા રસ્તાના મુદ્દે ઘેરવામાં આવ્યા હતા. રસ્તાની ખરાબ હાલત અને લાંબા સમયથી ચાલી…

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના સંસદીય ક્ષેત્ર ગુનામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા અધૂરા રહેલા રસ્તાના મુદ્દે ઘેરવામાં આવ્યા હતા. રસ્તાની ખરાબ હાલત અને લાંબા સમયથી ચાલી રહેલી ઉપેક્ષાને લઈને રોષે ભરાયેલા ગ્રામજનોએ તેમના કાફલાને રોકીને વિરોધ નોંધાવ્યો હતો.

ગ્રામજનોએ હાથમાં બેનરો લઈને ’રોડ નહીં તો વોટ નહીં’ના નારા લગાવ્યા હતા. જ્યારે મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એક ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે વિરોધ કરી રહેલા લોકોએ તેમનો કાફલો રોકી દીધો હતો. આ દરમિયાન એક ગ્રામજન સાથે મંત્રીની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.

લોકોની ભાષા અને વિરોધ કરવાની રીત સામે જ્યોતિરાદિત્ય સિંધિયાએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ’મારી સાથે આ ભાષામાં ક્યારેય વાત ન કરવી. તમે આવીને અરજી કરો, કામ કરાવવાની જવાબદારી મારી છે.’ જોકે, આ ઘટનાના અડધા કલાકની અંદર જ એક સાર્વજનિક કાર્યક્રમમાં મંત્રી સિંધિયાએ રસ્તાના નિર્માણ માટે રૂૂ. 3 કરોડ મંજૂર કરવાની જાહેરાત કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *