જમીન બિનખેતી કરવાના કેસમાં સોગંદનામું કરીને જ્યુડિશિયલ ઓફિસર વિરૂૂદ્ધ ગમે તેવા તથ્યો મુકનારા વડોદરાના કલેક્ટર અનિલ ધામેલીયાનો હાઇકોર્ટે આકરો ઉધડો લીધો હતો. કલેક્ટર ધામેલીયાને કોર્ટમાં વર્ચ્યુઅલી હાજર રાખીને ખખડાવી કાઢ્યા હતા અને ત્યારબાદ GAD તરફથી ઉચ્ચ અધિકારી ટી. નટરાજનને પણ હાજર રખાયા હતા. જેમને કલેક્ટરની વર્તણૂક અને અવારનવારની આવી જ ટેવ વિશે માહિતગાર કરાવ્યા હતા. સુનાવણીના અંતે સામાન્ય વહીવટ વિભાગને આદેશ કર્યો હતો કે તેઓ વડોદરા કલેક્ટર ધામેલીયા વિરૂૂદ્ધ શું કાર્યવાહી કરવા માંગે છે? જેની સ્પષ્ટતા 27 નવેમ્બરની સુનાવણીમાં કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટે વડોદરા કલેક્ટરની આકરી ઝાટકણી કાઢ્યા બાદ આદેશ કરતાં નોંધ્યું હતું કે, વડોદરાના કલેક્ટર અનિલ ધામેલીયા પોતાના તરંગી વિચારોનો ઉપયોગ કરી અને કાયદાઓની અવગણના કરીને ગઅની મંજૂરીની અરજીઓમાં કેઝ્યુલ રીતે નિર્ણયો કરે છે. એક કેસમાં વડોદરાના કલેક્ટરે રેવેન્યૂ ટ્રિબ્યુનલમાં રિવિઝન અરજી પેન્ડિંગ હોવાથી NA અરજી રદ કરી હતી. ત્યારબાદ હાઇકોર્ટે આ મામલે ચોક્કસ આદેશ કર્યા હતા. જેમાં સ્પષ્ટતા કરવા કહ્યું હતું કે જે રિવિઝન અરજીઓ 2024માં નિર્ણિત થઇ ગઇ હોય તો એ કલેક્ટર મુજબ પેન્ડિંગ કઇ રીતે છે?
જેના જવાબમાં કલેક્ટરે સોગંદનામું કર્યું હતું. જે મામલે આ કોર્ટને એવું લાગે છે કે સોગંદનામામાં કલેક્ટરે તત્કાલિન રેવેન્યૂ ટ્રિબ્યુનલના ઇન્ચાર્જ વિશે બિનજરૂૂરી તથ્યોનું વર્ણન કર્યું હતું. કલેક્ટરે ટૂંકમાં પોર્ટલમાં રિવિઝન અરજીનો ઓર્ડર ન દેખાતો હોવાનું કહેવું જોઇતું હતું, પરંતુ તેમણે જે હિસ્ટ્રીનું વર્ણન કર્યું હતું તે જ્યુડિશિયલ ઓફિસર વિરૂૂદ્ધ ખોટાં આક્ષેપો હોવાનું કોર્ટનું પ્રથમ દૃષ્ટીએ માનવું છે.
હાઇકોર્ટે વધુમાં એમ પણ નોંધ્યું હતું કે, સોગંદનામા ઉપર કલેક્ટર કક્ષાના અધિકારી દ્વારા આવા પાયાવિહોણા તથ્યો મૂકવાની બાબત વિવાદ ઉભો કરવા પુરતાં જણાય છે. એ પણ નોંધવા જેવું છે કે વડોદરા કલેક્ટર એક અન્ય કેસમાં પણ ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. જેમાં ચાર્જ પણ ફ્રેમ થયા છે અને એ કેસ ન્યાયાધિન છે. આ મામલો ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટના કેસ ચલાવતી કોર્ટ સમક્ષ મુકતાં પહેલાં આ કોર્ટ સંબંધિત વિભાગને એક તક આપે છે કે તેઓ કલેક્ટર વિરૂૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરે.
તેથી ૠઅઉના એડિશનલ ચીફ સેક્રેટરીને હાજર રહેવાનું કહ્યું હતું. આ કેસના પેપર્સ ૠઅઉના એડિશનલ ચીફ સેક્રેટરી સમક્ષ મુકવાનો આદેશ કરવામાં આવે છે અને સાથે જ કલેક્ટરનું સોગંદનામું પણ મુકવાનું રહેશે. જેને ધ્યાનમાં લીધા બાદ સંબંધિત વિભાગે કોર્ટને જણાવવાનું રહેશે કે તેઓ કલેક્ટર વડોદરા વિરૂૂદ્ધ શું કાર્યવાહી કરવા ઇચ્છે છે. કલેક્ટર વિરૂૂદ્ધ જે ક્ધટેમ્પ્ટની કાર્યવાહી પેન્ડિંગ છે એ પણ ૠઅઉને ધ્યાને મુકવાની રહેશે, જેથી કરીને GAD ઉચિત નિર્ણય સુધી પહોંચી શકે.
હાઇકોર્ટે વડોદરા કલેક્ટરને કેવા તતડાવ્યા?
શું તમે તમારી કારકિર્દી અહીં જ પુરી કરવા માગો છો?
તમારી બ્યુરોક્રેસી કલેક્ટર ઓફિસ પુરતી સીમિત રાખો.
શું તમે તમારું મગજ વાપરો છો?
સંબંધિત જ્યુડિશિયલ અધિકારી વિશે બેફામ લખ્યું છે, પરંતુ શું તમે કોર્ટના હુકમનો અમલ કરો છો ?
તમે કોઇ જ્યુડિશિયલ ઓફિસર વિરૂૂદ્ધ આવા પાયાવિહોણા આક્ષેપો કરી શકો નહીં.
ભવિષ્યમાં ક્યારેય આવું કરવાની હિંમત કરતાં નહીં.
તમે આ વિવાદીત સોગંદનામું કરીને તમામ મર્યાદા વટાવી છે.
માફી માગવામાં તમે નિષ્ણાત થઇ ગયા છો, પણ ખરા દિલથી માફી માગતા નથી.
