એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો ? DMKના ટોચના નેતા એક મતે હાર્યા

સહકાર પ્રધાન પીરિયાકરુપ્પનને ભાગે કાયમનો અફસોસ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એક રોમાંચક અને લગોલગ ટક્કર જોવા મળી હતી. ડીએમકેના વરિષ્ઠ નેતા અને સહકારિતા મંત્રી કેઆર પીરિયાકરુપ્પને…

સહકાર પ્રધાન પીરિયાકરુપ્પનને ભાગે કાયમનો અફસોસ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એક રોમાંચક અને લગોલગ ટક્કર જોવા મળી હતી. ડીએમકેના વરિષ્ઠ નેતા અને સહકારિતા મંત્રી કેઆર પીરિયાકરુપ્પને માત્ર એક મતના અંતરથી પોતાની બેઠક ગુમાવી દીધી. તેના સામેના ટીવીકે ઉમેદવાર સીનિવાસ સેથુપતિએ 83375 વોટ મેળવ્યા હતા. પીરિયાકરુપ્પન 83374 મત મળ્યાં હતા. છેલ્લા રાઉન્ડ સુધી પીરિયાકરુપ્પન 30 મતથી આગળ ચાલી રહ્યાં હતા. પરંતુ છેલ્લા રાઉન્ડમાં એક મતે આખું સમીકરણ બદલાવી નાખ્યું.

આ સીટ પર આર. પલકુરિચી પંચાયતના બે હજારથી વધુ મતદાતાઓએ પ્રશાસનિક સીમા વિવાદનું સમાધાન ન થવાના કારણે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ બહિષ્કારની સીધી અસર ચૂંટણી પરિણામ પર પડી. પીરિયાકરુપ્પન ડીએમકેના મોટા નેતા માનવામાં આવે છે. તેને 2006થી સતત ચાર વાર તિરુપ્પતૂરથી ધારાસભ્ય તરીકે પંસદ કરવામાં આવ્યાં હતા.

તે 2021માં સત્તામાં આવ્યાં પછી ગ્રામીણ વિકાસ મંત્રી બન્યા. ડિસેમ્બર 2022માં તેઓને સહકારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી. આ પહેલા તે માનવ સંસાધન તેમજ મંદિર પ્રશાસન મંત્રી પણ રહી ચૂક્યા છે. સિવાગંગા જિલ્લામાં પાર્ટીના જિલ્લા સચિવ તરીકે પણ તેણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

પીરિયાકરુપ્પનએ હજી સુધી કોઈ અધિકારીક પ્રતિક્રિયામાં હાર સ્વીકારી છે કે નહીં, તેની પુષ્ટિ થઈ નથી. તેમનાં નજીકના સહયોગીઓ કહે છે કે તેઓ પાર્ટીની રણનીતિ પર ગંભીરતાથી વિચાર કરશે. આ ચૂંટણી પરિણામે સાબિત થાય છે કે લોકતંત્રમાં દરેક મતની કિંમત હોય છે. એક વોટે માત્ર એક મંત્રીની સીટ જ છીનવી નથી, પણ આખા ચૂંટણી પરિપ્રેક્ષ્યને નવો વળાંક આપી દીધો.ં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *