ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો વિજય થતાં જ લોકો તિરંગા લઇને રસ્તા ઉપર નીકળી પડયા
મોડીરાત સુધી ઇન્ડિયા….ઇન્ડિયા, ભારત માતા કી જયના નારા સાથે આતશબાજી
ચેમ્પિયન ટ્રોફિની લીગ મેચમાં ગઇકાલે ભારતે તેના કટ્ટર હરિફ પાકિસ્તાનને આસાનીથી ધૂળ ચાટતુ કરી દેતા મોડિ રાત્રે ક્રિકેટ રસ્યિાઓ ભારતના રાષ્ટ્રધ્વજ લઇ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા અને ભારતના વિજયતની ભવ્ય ઉજવણી કરી હતી.
અમદાવાદ-સુરત અને બરોડામાં તો હજારો લોકો રસ્તા પર નીકળી પડયા હતા અને સ્વયભૂં વિજય સરઘસ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રસ્તાઓ ઉપર ભારત માતા કી જય, ઇન્ડિયા-ઇન્ડિયા અને જયશ્રીરામના નારા અને નાચગાન સાથે લોકોએ ભવ્ય ઉજવણી કરી હતી. ઠેર-ઠેર આતશબાજીના કારણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ઠેર-ઠેર રસ્તા જામ થઇ ગયા હતા અને લોકો ઉજવણીમાં મસ્ત બની ગયા હતા.
ICC મેન્સ ચેમ્પિયન્સ લીગમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. જેને લઈને ભારતીયો દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ક્રિકેટ ચાહકો સહિત મિત્રો અને પરિવારજનો સાથે સૌકોઈ રસ્તા પર આવી ગયા હતા અને ભારતની શાનદાર જીતને પગલે સૌ લોકો આનંદની ક્ષણના ભાગીદાર બન્યા હતા.
સૂરત પોલીસકર્મીઓના ચાંપતા બંદોબસ્ત વચ્ચે સ્થાનિકોએ ભેગા મળીને આનંદ અને ઉત્સાહ વહેંચ્યો હતો. ઇન્ડિયા ઇન્ડિયાના નારા સાથે સૂરત ગુંજી ઉઠ્યું હતું. હાથમાં તિરંગો લઈ સુરતીલાલાઓએ ભારતની જીતની શાનદાર ઉજવણી કરી હતી. અમદાવાદ અને વડોદરામાં પણ લોકો ઉજવણી કરવા નીકળી પડયા હતા.
ટીમના વિજયને શહેરીજનો દ્વારા ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. જેમાં શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દેશની આન બાન અને શાન સમાં તિરાંગ સાથે રસ્તા પર ઉતરી હતી અને ફટાકડા ફોડી ટીમ ઈન્ડિયાના વિજયના વધામણા કર્યા હતા. મોટી સંખ્યામા ક્રિકેપ્રેમીઓ વિજયોત્સવ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોડી રાત સુધી ફટાકડા અને મીઠાઈઓ વહેચી ક્રિકેપ્રેમીઓ દ્વારા વિજયને મનાવવામાં આવ્યો હતો.
અમદાવાદમાં પણ ભારતની શાનદાર જીત થયા બાદ લોકો આનંદથી પોતાના ઘરની બહાર આવી ગયા હતા. લોકો તિરંગા સાથે રસ્તાં પર આવીને આનંદ અને ઉલ્લાસની ક્ષણોના સાક્ષી થયાં હતા. તેમજ ફટાકડાં ફોડીને આ જોરદાર જીતને મનાવવામાં આવી હતી.
અમદાવાદમાં અનુપમ સિનેમા નજીક ઉજવણી દરમિયાન ટોળાંનો પથ્થરમારો
અમદાવાદના ખોખરા વિસ્તારમા અનુપમ સિનેમાં નજીક ગતરાત્રે ભારતીય ટીમની વિજયની ઉજવણી દરમિયાન પથ્થરમારાની ઘટના બનતા વાતાવરણ તંગ બન્યુ હતુ. જો કે, પોલીસે દોડી જઇ મામલો સંભાળ્યો હતો.ઘટનાની વિગતો અનુસાર, રવિવારે ભારતની જીત પર ખોખરાના અનુપમ સિનેમા પાસે લોકો ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ફટાકડા પણ ફોડી રહ્યા હતા. તે સમયે જ બે મુસ્લિમ બાઇકચાલકોએ બોલાચાલી કરી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ થોડા સમય પછી તેઓ 15-20 લોકોનું ટોળું બનાવીને આવ્યા હતા અને સીધો પથ્થરમારો શરૂૂ કરી દીધો હતો.એક સ્થાનિક વ્યક્તિએ મીડિયાને કહ્યું છે કે, 15-20નું ટોળું આવ્યું હતું અને આવીને સીધા પથ્થરો વરસાવવા લાગ્યા હતા. તે દરમિયાન એક યુવકને માથા પર ગંભીર ઈજા પહોંચતા તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકો અનુસાર, આ પથ્થરમમારામાં 6થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થરમારા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા.આ ઘટના બાદ ખોખરા વિસ્તારમાં ભારે પોલીસદળ ખડકી દેવામાં આવ્યું હતું. ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી પણ શરૂૂ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હમણાં સુધીમાં કોઈ ધરપકડ કે ઋઈંછ થઈ ન હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.