ટાઇપ-5 ડાયાબિટીસની શોધ: અન્ય પ્રકારો કરતાં લક્ષણો જુદાં

વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસમાં નવતર સ્વરૂપની જાહેરાત આજકાલ યુવા પેઢી પણ ડાયાબિટીસનો શિકાર બની રહી છે, ત્યારે વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસનો એક નવો પ્રકાર શોધી કાઢ્યો છે.…

વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસમાં નવતર સ્વરૂપની જાહેરાત

આજકાલ યુવા પેઢી પણ ડાયાબિટીસનો શિકાર બની રહી છે, ત્યારે વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસનો એક નવો પ્રકાર શોધી કાઢ્યો છે. આ પ્રકાર ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસથી તદ્દન અલગ છે અને ખાસ કરીને અમુક ચોક્કસ પ્રકારના લોકોને વધુ અસર કરે છે.

તાજેતરમાં બેંગકોકમાં આયોજિત વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસ 2025માં આ નવા પ્રકારના ડાયાબિટીસની જાહેરાત કરવામાં આવી હતી, જેને ટાઈપ-5 નામ આપવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે ટાઈપ-5 ડાયાબિટીસ એવા લોકોને વધુ અસર કરે છે જેઓનું વજન ઓછું હોય છે અને જેમના પરિવારમાં ડાયાબિટીસનો કોઈ ઇતિહાસ નથી. આ ઉપરાંત, આ પ્રકારના ડાયાબિટીસના લક્ષણો પણ ટાઈપ-1 અથવા ટાઈપ-2 ડાયાબિટીસના સામાન્ય લક્ષણોથી અલગ હોય છે. ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (CMC), વેલ્લોરના એન્ડોક્રિનોલોજી વિભાગના પ્રોફેસર ડો. નિહાલ થોમસે જણાવ્યું કે ટાઈપ-5 ડાયાબિટીસ ધરાવતા લોકો સામાન્ય રીતે ઓછું વજન ધરાવે છે, તેઓ ડાયાબિટીસનો કોઈ પારિવારિક ઇતિહાસ ધરાવતા નથી અને તેઓ એવા લક્ષણો દર્શાવે છે જે ટાઈપ-1 અથવા ટાઈપ-2 ડાયાબિટીસ સાથે મેળ ખાતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *