ધૂરંધરની સિંગરે લાઈવ કોન્સર્ટમાં કર્યો ધજાગરો

અમદાવાદમાં લાઈવ પર્ફોેર્મન્સના બદલે કર્યું લિપ-સિંગ ધૂરંધર અને ધૂરધંર- ધ રિવેન્જ ફિલ્મથી રાતોરાત જાણીતી બનેલી પ્લેબેક સિંગર જાસ્મિન સન્ડલસની અમદાવાદમાં યોજાયેલી કોન્સર્ટ વિવાદમાં ઘેરાઇ છે.…

અમદાવાદમાં લાઈવ પર્ફોેર્મન્સના બદલે કર્યું લિપ-સિંગ

ધૂરંધર અને ધૂરધંર- ધ રિવેન્જ ફિલ્મથી રાતોરાત જાણીતી બનેલી પ્લેબેક સિંગર જાસ્મિન સન્ડલસની અમદાવાદમાં યોજાયેલી કોન્સર્ટ વિવાદમાં ઘેરાઇ છે. સ્ટેજ પર લાઇવ પર્ફોરમન્સ દરમિયાન લિપ સિંગના આરોપોને લઈને ટીકા સહન કરવી પડી રહી છે. જાસ્મિન સેન્ડલસની કોન્સર્ટ અમદાવાદમાં યોજાઇ હતી. આ શોની એક ક્લિપ ઓનલાઇન સામે આવી છે, જેમાં શરારત ગીત દરમિયાન પોતાના ઉપર પાણી રેડવા અને લિપ સિંગથી વિવાદ સર્જાયો છે.

19 એપ્રિલના અમદાવાદ કોન્સર્ટની ક્લિપમાં જાસ્મિન સેન્ડલસ લેહેંગા ચોળીમાં ગીત શરારત પર પરફોર્મ કરતી જોવા મળે છે. એક સમયે તેઓ ગીત શરૂૂ કરતા પહેલા પોતાના ઉપર પાણી રેડે છે. પરફોર્મન્સ દરમિયાન તે ઘણી વખત માઇક નીચે મૂકે છે, જ્યારે ગીત પાછળ ચાલુ રહે છે, જેના કારણે કેટલાક દર્શકોએ તેમને લાઇવ શોમાં લિપ સિંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

જાસ્મિને સ્ટેજ પર ગીતના સ્ટેપ પણ કર્યા હતા. કોન્સર્ટમાં હાજર દર્શકોને પરફોર્મન્સ ગમ્યું હતું, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ પરફોર્મન્સ અને સ્ટેજ પરની હરકતો સામે નારાજગી વ્યક્ત કરી હતી. એક યુઝરે લખ્યું કે આ શું બકવાસ છે. બીજા એકે લખ્યું કે લિપ સિંગ શા માટે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે લાઇવ કોન્સર્ટમાં પણ આ લોકો લાઇવ ગાતા નથી. બીજા એકે લખ્યું કે આ શું છે, રિયલ પરફોર્મન્સ ક્યાં છે, ગીત પાછળ વાગે છે અને હવે લિપ સિંગને પરફોર્મન્સ કહેવાય છે, ફેક પરફોર્મન્સ. અન્ય એકે લખ્યું કે તે સ્પષ્ટ રીતે લિપ સિંગ કરી રહી છે, આ કેવું પરફોર્મન્સ છે.

જોકે કેટલાક ફેન્સે તેમનો બચાવ પણ કર્યો હતો અને પરફોર્મન્સની પ્રશંસા કરી હતી. એક ફેને લખ્યું કે હું સ્ટેજ પર કેમેરા સાથે મજા માણી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *