ધુરંધર-2 બોક્સ ઓફિસનો બાપ, દરેક ભારતીયે આ ફિલ્મ જોવી જોઈએ

ડાયરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર રિલીઝ થઈ ત્યારથી ચર્ચામાં છે. આ ફિલ્મ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં રિલીઝ થઈ અને સૌ કોઈ આના વખાણ કરી…

ડાયરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર રિલીઝ થઈ ત્યારથી ચર્ચામાં છે. આ ફિલ્મ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં રિલીઝ થઈ અને સૌ કોઈ આના વખાણ કરી રહ્યા છે. ફિલ્મ જોયા બાદ મોટા ભાગના લોકો આ ફિલ્મના રિવ્યુ સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે. ત્યારે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે પણ આ ફિલ્મ જોયા બાદ તેના રિવ્યુ આપ્યા છે. સાથે જ જે લોકો આ ફિલ્મને પ્રોપેગેંડા જણાવી રહ્યા છે તેમના મોઢા ઉપર પણ તમાચો માર્યો છે. ધુરંધર 2ને જોયા બાદ સુપરસ્ટાર રજનીકાંતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. જેમાં તેમણે ધુરંધર 2 ને બોક્સ ઓફિસનો બાપ જણાવીને આદિત્ય ધરના વખાણ કર્યા. સાથે જ રણવીર સિંહ સહિત ફિલ્મના ક્રૂના વખાણ કર્યા અને તેમને અભિનંદન પાઠવ્યા. જેથી સોશિયલ મીડિયા પર રજનીકાંતની આ ટ્વિટ હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

રજનીકાંતે પોતાના પોસ્ટમાં લખ્યું કે “શું ફિલ્મ છે…આદિત્ય ધર બોક્સ ઓફિસનો બાપ…રણવીર સિંહ અને ફિલ્મની પૂરી કાસ્ટ સાથે ક્રૂ ને અભિનંદન. દરેક ભારતીય વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ. જય હિંદ” રજનીકાંતની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને લઈને આદિત્ય ધરનું રિએક્શન પણ સામે આવ્યું છે. રજનીકાંતની પોસ્ટ પર આદિત્ય ધરે રિપ્લાય કરતા લખ્યું કે સર અમે બધા તો તમને જોઈને મોટા થયા છે. અમારા માટે એન્ટરટેઇનમેન્ટનો મતલબ તમે છો. દાયકાઓથી અમને સીટીઓ વગાડવા મજબૂર કર્યા, હસાવ્યા રડાવ્યા અને પડદા પર લાર્જર દેન લાઈફ જાદુનો અહેસાસ કરાવ્યો તે પણ જૂના સ્વેગ અને શાલીનતા સાથે આ કોઈ જાદુથી ઓછું નથી.

વધુમાં આદિત્ય ધરે એવું પણ લખ્યું કે, જો તમે ધુરંધર 2 ને મસ્ટ વોચ કહી રહ્યા છો તો આ મારી જિંદગીની સૌથી મોટી સુપરસ્ટાર મોમેંટ બની ગઈ છે. એવું લાગી રહ્યું છે કે એ માણસના આશીર્વાદ મળી ગયા જેણે અમને સૌને મોટા સપના જોતા શીખવાડ્યું. ડાયરેક્ટરે અંતમાં લખ્યું કે મારી પાસે તમને આભાર કહેવા માટે શબ્દ નથી. તમારી આ વાત દિલને સ્પર્શી ગઈ. જય હિંદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *