જયપુર. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGIA)એ શુક્રવારે જયપુર શહેરની ઘણી કંપનીઓ પર સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી. DGGIAએ શહેરમાં એક સાથે 5 લ્યુબ્રિકેટિંગ ઓઈલ પેઢીઓ પર દરોડા પાડ્યા હતા.
ઓઇલ સપ્લાય વિના તેમના સ્થળોએ છૂપી રીતે નકલી બિલો બનાવવામાં આવતા હતા. આ છેતરપિંડી દ્વારા 10 કરોડ રૂૂપિયાની કરચોરી બહાર આવી છે.
સર્ચ ઓપરેશન દરમિયાન એક રિફાઈનરના પરિસરમાંથી 4 કરોડ રૂૂપિયાની રોકડ મળી આવી હતી. જ્યારે અન્ય રૂૂ. 1.5 કરોડ કબ્જે કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે DGGIAની તપાસ ચાલી રહી છે.
ગુપ્ત માહિતીના આધારે, DGGIA જયપુરના ઝોનલ યુનિટે અંદાજે રૂૂ. 10 કરોડની કરચોરી શોધી કાઢી છે. કેટલાક વિસ્તારોમાં કાર્યવાહી કરીને, ડીજીજીઆઈએ લુબ્રિક્ધટ ઓઈલ ટ્રેડર્સ મેસર્સ દીપક એન્ટરપ્રાઈઝ અને મેસર્સ રેક્સી લુબર્સ તેમજ લુબ્રિકેટિંગ ઓઈલ રિફાઈનર્સ મેસર્સ મહાવીર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ, મેસર્સ મહેશ્વરી પેટ્રોકેમિકલ્સ અને મેસર્સ ઓમ ઇન્ડસ્ટ્રીઝના પરિસરમાં સર્ચ કર્યું હતું.