કોક્રોચ જનતા પાર્ટી પ્રેરિત સંસદકૂચ રોકવા બળપ્રયોગ નિષ્ફળ: ઘર્ષણમાં કેટલાક પોલીસો- યુવાનોને ઇજા: સંસદના દરવાજા, ઇન્ટરનેટ બંધ
દીપકે, ડિમ્પલ યાદવ સહિત કેટલાયની અટકાયત
સોમવારે ચોમાસા સત્રના પહેલા દિવસે સંસદ તરફ કૂચ કરવા માટે દિલ્હીમાં ભેગા થયેલા કોકરોચ જનતા પાર્ટીના હજારો સમર્થકોને વિખેરવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો.
પોલીસે NEET – મેડિકલ કોલેજો માટેની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા – માં કથિત ગેરરીતિઓ સામે “ચલો સંસદ” કૂચ માટે જંતર મંતર વિરોધ સ્થળ પર ભેગા થયેલા ભીડને વિખેરવા માટે લાકડીઓ અને દંડાનો પણ ઉપયોગ કર્યો હતો અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી હતી.
સંસદ તરફ કૂચ કરતી વખતે બેરિકેડ તોડવાનો પ્રયાસ કરતા કેટલાક વિરોધીઓ અને પોલીસ કર્મચારીઓને નાની ઇજાઓ થઈ હતી. મધ્ય દિલ્હીના કેટલાક ભાગોમાં મોબાઇલ ઇન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, કેજેપીએ તેના નેતા અભિષેક દીપકેની પોલીસે અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જંતરમંતર સુધી કુચ કરનારા સપા સાંસદ ડિમ્પલ યાદવની પણ અટકાયત થયાનો પક્ષે દાવો કર્યો હતો.
પોલીસે સંસદ તરફ આયોજિત કૂચ પહેલા જંતર મંતર પાસે ભેગા થયેલા સીજેપી સમર્થકોને રોક્યા હતા. કુચના પ્રારંભ સમયે લાઠીચાર્જ છતાં આંદોલનકારીઓ રેલભવન અને ત્યાંથી કર્તવ્યભવન સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. આ જોઇ પોલીસે સંંસદના દરવાજા બંધ કરી દીધા હતા.
પોલીસે રવિવારે તેમને પરવાનગી નકારી કાઢી હતી અને મોટા મેળાવડાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે ચેતવણી પણ આપી હતી કે પ્રતિબંધક આદેશોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કાર્યવાહીનો સામનો કરી શકે છે.
દિલ્હીના અનેક મેટ્રો સ્ટેશનો પર પણ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, જેમાં પાંચ મેટ્રો સ્ટેશનો – રાજીવ ચોક, જનપથ, પટેલ ચોક, સેન્ટ્રલ સેક્રેટરીએટ અને સેવા તીર્થ – ને સુરક્ષાના કારણોસર આગામી સૂચનાઓ સુધી બંધ કરવામાં આવ્યા હતા. સેંકડો મુસાફરો ફસાયા હતા અથવા તેમના ગંતવ્ય સ્થાનો પર જવા માટે લાંબા રૂૂટ લેવાની ફરજ પડી હતી.
