અમદાવાદમાં રોજ 12 હજાર ટ્રાફિક મેમો છતા અકસ્માતમાં 1 મોત

ટ્રાફિક, પાર્કિંગ, બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરની સમસ્યા મામલે ક્ધટેમ્પ્ટ પિટિશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર સત્તાવાર રીતે 2026ની નવી નીતિ અપલોડ કરાઇ છે. જે…

ટ્રાફિક, પાર્કિંગ, બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરની સમસ્યા મામલે ક્ધટેમ્પ્ટ પિટિશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર સત્તાવાર રીતે 2026ની નવી નીતિ અપલોડ કરાઇ છે. જે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં આ તમામ માહિતી રેકર્ડ પર મુકવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. જેમાં એવી ચોંકાવનારી હકીકતો પણ છે કે અમદાવાદમાં રોજ એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત અને રોજ 12 હજાર જેટલા ટ્રાફિક મેમો આપવામાં આવે છે. વર્ષ 2025માં કુલ રૂૂપિયા 266 કરોડનો દંડ કરવામાં આવ્યો છે અને નવા 06 હજાર કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે તથા બે હજાર વધુ TRB જવાન તૈનાત કરવામાં આવશે. AMC એ જણાવ્યું છે કે તે શહેરના 60 લાખ સ્ક્વેર કિલોમીટર રોડનું મેનેજમેન્ટ કરે છે.

ખરાબ રસ્તાની ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન 155303 ઉપલબ્ધ છે. જોઈન્ટ એંડ ફોર્સમેન્ટ ટીમ દ્વારા ટ્રાફિક, દબાણ, પાર્કિંગ જેવી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે છે. શહેરના 130 જંકશનોને ઝીરો ટોલરન્સ જંકશન જાહેર કરાયા છે. જેની ઉપર 6200 કેમેરા દ્વારા વોચ રાખવામાં આવે છે. શહેરમાં રોજના 12 હજાર જેટલા ટ્રાફિક ચલણ જનરેટ થાય છે. વર્ષ 2025 માં કુલ 40 લાખ જેટલા ટ્રાફિક ચલણ જનરેટ થયા હતા.

જેના દંડની રકમ 266 કરોડ જેટલી થવા જાય છે. માર્ચ, 2026 સુધીમાં કુલ 13.15 લાખ જેટલા ચલણ જનરેટ થયા હતા અને 90 કરોડ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. શહેરમાં અનઅધિકૃત પાર્કિંગને લઈને 40 જેટલી ટોઈંગ વાન કાર્યરત છે. જેને વર્ષ 2025 માં 1.98 લાખ મેમો જનરેટ કર્યા હતા અને 12.92 કરોડનો દંડ કરવામાં આવ્યો હતો. તેમજ 2210 જેટલા કેસ રજિસ્ટર કરવામાં આવ્યા હતા. વર્ષ 2026 ની શરૂૂઆતમાં 392 કેસ રજિસ્ટર કરવામાં આવ્યા હતા.

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે 2,371 ઝછઇ જવાનો કાર્યરત છે. જેમાં 02 હજાર જવાનોનો ઉમેરો કરવાની પ્રસ્તાવના છે. વર્ષ 2025માં 1 લાખથી વધુ ઓવર સ્પીડિંગના કેસ નોંધીને 17.38 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદના ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં 3400થી વધુ નો પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવ્યા છે. AMC દ્વારા AMTS, BRTS અને મેટ્રો ટ્રેન માટે એક જ ટિકિટની વ્યવસ્થા કરવાનું આયોજન છે. જે મુજબ શહેરના 415 લોકેશન ઉપર 62 હજાર જેટલા ફેરીયાઓ કાર્યરત છે. ઙખ રાહત સ્કીમ અનુસાર અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિને તુરંત 1.50 લાખ રૂૂપિયા સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં 07 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવાનો સમાવેશ થાય છે. ટ્રાફિક જામ સમસ્યાના નિવારણ માટે 1095 હેલ્પલાઇન કાર્યરત છે.

AI કેમેરાથી ઓટોમેટિક દંડ, 2000 ટીઆરબી જવાનોની કરાશે ભરતી
શહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, ગેરકાયદે દબાણો, અનઅધિકૃત પાર્કિંગ, ટ્રાફિક સહિતની સમસ્યાઓને લઈ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી ક્ધટેમ્પટ પિટિશનમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્તૃત ટ્રાફિક અને રોડ સેફટી પોલિસી તાજેતરમાં રજૂ કરાઈ તેમાં, શહેરમાં જાહેર માર્ગો-ફુટપાથ પરથી દબાણો સહિતના અતિક્રમણ દૂર કરવા, ટ્રાફિક નિયંત્રણ અને સલામતી માટે એઆઈ કેમેરાનો ઉપયોગ વધારવા, નવા બે હજાર જેટલા ટીઆરબી જવાનોની ભરતી કરવા સહિતના નિર્ણયોને આવરી લેવાયા છે. શહેરના વિવિધ વિસ્તારમાં મહત્ત્વના જંકશન પર લાગેલા 1,655 કેમેરાને એઆઈ સાથે અપગ્રેડ કરાશે. જેમાં હાલના 6,200 કેમેરાની સ્ટ્રેન્થ સામે બીજા 6,000 કેમેરા ઉમેરવામાં આવશે. આમ 12,200 કેમેરાની ક્ષમતા થશે. જેમાં એઆઈ કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેનાથી પ્રથમ ફેઝમાં 19 જેટલા નિયમોના ભંગ અને બીજા ફેઝમાં કુલ 31 જેટલા નિયમોના ભંગને ઓળખીને દંડની કાર્યવાહી કરી શકાશે. આમ શહેરમાં દર ચોરસ કિલોમીટરે 25 કેમેરા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન ઉપર દેખરેખ રાખવામાં આવશે. ટ્રાફિકજામ સમસ્યાના નિવારણ માટે 1095 હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *