ભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન

મફતનગર વિસ્તારમાં દબાણો દૂર થતાં 50 લાખની જમીન ખુલ્લી થઇ ભાવનગરમાં દારૂૂનો ધંધો કરતા બુટલેગરો અને માથાભારે શખ્સો ના એક મહિલા સહિત 5 મકાનો પર…

મફતનગર વિસ્તારમાં દબાણો દૂર થતાં 50 લાખની જમીન ખુલ્લી થઇ

ભાવનગરમાં દારૂૂનો ધંધો કરતા બુટલેગરો અને માથાભારે શખ્સો ના એક મહિલા સહિત 5 મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. તંત્રની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ભાવનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના સ્ટીલકાસ્ટ કંપની નજીક આવેલા મફતનગર વિસ્તારમાં દારૂૂના ધંધાર્થીના મકાન તોડી પાડવામાં આવ્યા હતા.જે 5 આરોપીની ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું તેમાં ધવલ શંભુ મકવાણા નું મકાન શ્રમજીવી અખાડા પાસે મફતનગર,રાહુલ ઉર્ફે રોબટ રાજેશભાઇ ગોહિલ નું મકાન, રજપૂતવાડા, સુભાષનગર, ગીતાબેન દિનેશભાઇ મતનાણી- મકાન,રમેશ ઉર્ફે બાદશાહ તળશીભાઈ ગોહિલ નું મકાન, સ્ટીલ કાષ્ટ પાસે, મફતનગર અને નીતિન ઉર્ફે કાળું રમેશભાઈ તળશીભાઈ ગોહિલ ના મકાન પાડી નાખવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે, આજરોજ ભાવનગર શહેરમાં પાંચ આરોપી, જે પ્રોહીબિશન અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા છે અને જેના ઉપર ઘણા બધા ગુના નોંધાયેલા છે, એવા રીઢા ગુનેહગારોની ગેરકાયદેસર મિલકત આઇડેન્ટિફાય કરી અને ભાવનગર મહાનગરપાલિકાને સાથે રાખીને કાયદેસર પ્રોસેસ ફોલો કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાંચ આરોપીની ગેરકાયદેસર મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.

આ બધી મિલકતો ભાવનગર શહેરના મફતનગર, સિંધુનગર જેવા વિસ્તારોમાં હતી. કુલ જમીન 450 ચોરસ મીટર છે, અને તેની વેલ્યુ અંદાજિત 50 લાખ જેટલી થાય છે. સાથે વધુમાં જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં જે પણ રીઢા ગુનેગારો છે, ડ્રગ્સ હોય, પ્રોહીબિશન હોય કે શરીર સંબંધી ગુનો હોય, બધાની જે ગેરકાયદેસર મિલકત હોય તો તેને આઇડેન્ટીફાય કરીને કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *