વ્હાઇટ હાઉસમાં બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેઈનના ડેમોક્રેટિક ગવર્નર જેનેટ મિલ્સ વચ્ચે ઝઘડો થયો હતો. બંને નેતાઓ વચ્ચેની આ ચર્ચા સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓને લઈને થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ગવર્નર મિલ્સને ચેતવણી આપી હતી કે જો આ તેઓ એક્ઝિક્યુટિવ ઓર્ડરનું પાલન નહીં કરે તો તેમને કોઈ ફેડરલ ફંડ પ્રાપ્ત થશે નહીં.થ જેના જવાબમાં મિલ્સે આ મામલો કોર્ટમાં લઈ જવાનું કહ્યું હતું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગવર્નર મિલ્સ સાથે વ્હાઇટ હાઉસ ખાતે ગવર્નરોની દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ટ્રમ્પ અને મિલ્સ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં ટ્રમ્પે મિલ્સને ફેડરલ ફંડ રોકવાની ધમકી આપી હતી. તેમજ ટ્રમ્પે મિલ્સને પૂછ્યું- પશું તમે આનું પાલન નહીં કરો? જવાબ આપતાં મિલ્સે કહ્યું કે, પહું રાજ્ય અને સંઘીય કાયદાઓનું પાલન કરું છું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, પસારું. અમે જ ફેડરલ કાયદો છે. તમે તેને અનુસરો તો જ સારું છે, કારણ કે જો તમે તેનું પાલન નથી કરતા તો તમને કોઈ ફેડરલ ફંડ નહીં મળે. લોકો નથી ઇચ્છતા કે મહિલાની રમતો પુરુષો રમે, ભલે તેઓ અમુક અંશે ઉદાર હોય. તેથી તમે તેને વધુ સારી રીતે અનુસરો નહીં તો તમને કોઈ ફેડરલ ફંડ મળશે નહીં.બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અચાનક જ વાયુસેના જનરલ બ્રાઉનને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ પદેથી બરતરફ કર્યા હતા. એક ઈતિહાસ સર્જનાર ફાઈટર પાઈલટ અને આદરણીય અધિકારીને સેનામાં વિવિધતા અને સમાનતાને ટેકો આપનારા નેતાઓને દૂર કરવાના અભિયાનના ભાગરૂૂપે બાજુ પર મુકવામાં આવ્યા હતાં. બ્રાઉનની હકાલપટ્ટી, અધ્યક્ષ તરીકે સેવા આપનાર માત્ર બીજા બ્લેક જનરલ છે. તેમની નોકરીના 16 મહિના યુક્રેનમાં યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વિસ્તરેલ સંઘર્ષમાં વિતાવ્યા હતાં.
