કોડીનારમાં આઠ વર્ષથી બંધ કરાયેલી રેલવેની સુવિધા શરૂ કરવા માંગ

કોડીનાર તાલુકાને જોડતી ગાયકવાડ સરકારના વખતની રેલવે સુવિધા બંધ કરી દેવાને આઠ-આઠ વર્ષના વાહણા વહી ગયા અને બંધ થયેલી રેલવે સુવિધા ફરીથી ચાલુ કરવા માટે…

કોડીનાર તાલુકાને જોડતી ગાયકવાડ સરકારના વખતની રેલવે સુવિધા બંધ કરી દેવાને આઠ-આઠ વર્ષના વાહણા વહી ગયા અને બંધ થયેલી રેલવે સુવિધા ફરીથી ચાલુ કરવા માટે અનેક વખતની રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ જ પગલાં નહીં લેવામાં આવતા આ અંગે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઈ વિઠલાણી કોડીનાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુભાષભાઈ ડોડીયા કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર અને તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ પરમાર સહિતના લોકોએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક વિસ્તૃત પત્ર પાઠવીને કોડીનાર તાલુકાની છેલ્લા આઠ વર્ષથી બંધ પડેલી રેલવે સુવિધા ફરી ચાલુ કરવા માંગણી કરી છે પત્રમાં જણાવ્યું છે કે ગાયકવાડ સરકારના વખતથી કોડીનારમાં રેલવે સ્ટેશન આવેલું છે અને વર્ષોથી એક મીટર ગેજ ટ્રેન કોડીનાર આવતી -જાતી હતી પરંતુ આ ટ્રેન છેલ્લા આઠ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે કોડીનાર તાલુકો ગાયકવાડ સ્ટેટમાંથી અમરેલી જિલ્લામાં સમાવેશ કરાયો બાદ ભૌગોલિક રીતે જુનાગઢ જિલ્લા સાથે સંકળાયેલો હોય જુનાગઢ જિલ્લામાં સમાવેશ કરાયો અને બાદમાં ગીર સોમનાથ જિલ્લાની નવરચના થતા તેમાં કોડીનાર તાલુકા નો સમાવેશ કરાયો છે કોડીનાર તાલુકામાં અંબુજા સિમેન્ટ સીમરપોર્ટ અને કોસ્ટલ બેલ્ટ ઉપર અનેક ઉદ્યોગો આવી રહ્યા છે આ ઉપરાંત કોડીનાર તાલુકાના હજારો વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાં અને દેશમાં અભ્યાસ માટે જતા આવતા હોય તેમને પણ આ રેલવે સુવિધા ચાલુ કરાય તો આ વિસ્તારની પ્રજાને લાભ મળી રહે તેમ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી અને કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષ ઉપરાંત થી ભાજપ સરકાર છે કેન્દ્રમાં જ્યારે યુપીએસ સરકાર હતી ત્યારે કેન્દ્રનો ગુજરાતને હળતો અન્યાય એમ અનેક વખત જાહેરાતો કરવામાં આવતી હતી અને એક વ્યક્તિને સટાક કરતો ફડાકો ઝિકીને ટીવી ના માધ્યમ થી આ જાહેરાત કરવામાં આવતી હતી ત્યારે હવે તો કેન્દ્રમાં અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે ત્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા પછી જ કોડીનાર તાલુકાની રેલવે સુવિધા બંધ કરી દેવાય છે તો કોડીનાર તાલુકાને થતો આ હળહળતા અન્યાય બાબતે હવે કોને ફરિયાદ કરવી ત્યારે ખુદ કેન્દ્રની ભાજપ સરકારે જ કોડીનારને હળહળતો અન્યાય કર્યો છે ત્યારે કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર ચેમ્બર ઓફ કોમર્સના અને શહેર ભાજપ પ્રમુખ હરિભાઈ વિઠલાણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુભાષભાઈ ડોડીયા અને તાલુકા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રભાઈ પરમાર સહિતના અગ્રણીઓએ એક પત્ર પાઠવીને કોડીનાર ની બંધ પડેલી રેલવે સુવિધા ફરી ચાલુ કરવા માંગણી કરી છે અન્યથા આંદોલનનો માર્ગ અપનાવવા પત્રમાં જણાવ્યું છે ત્યારે વહેલી તકે કોડીનારની રેલવે સુવિધા ફરીથી ચાલુ કરાય તેવું આમ જનતા ઈચ્છી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *