વેલેન્ટાઇન ડે પર કોન્ડોમની ડિમાન્ડ 3 ગણી વધી

વર્ષ 2025નો રેકોર્ડ તૂટ્યો, પર્સનલ કેર પ્રોડકટના વેચાણમાં પણ ઉછાળો ભારત હવે પહેલાનું ભારત રહ્યું નથી, હવે રોજ ઝડપથી બદલાઈ રહ્યું છે, અને આ પરિવર્તન…

વર્ષ 2025નો રેકોર્ડ તૂટ્યો, પર્સનલ કેર પ્રોડકટના વેચાણમાં પણ ઉછાળો

ભારત હવે પહેલાનું ભારત રહ્યું નથી, હવે રોજ ઝડપથી બદલાઈ રહ્યું છે, અને આ પરિવર્તન હવે લોકોની પસંદગીઓ અને ખરીદીની રીતોમાં સ્પષ્ટપણે દેખાય છે. વેલેન્ટાઇન ડે 2026 દરમિયાન બહાર પાડવામાં આવેલા ડેટા દેશની વધતી જતી જાગૃતિ અને બદલાતી માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. જ્યારે આ પ્રસંગ ફૂલો અને ચોકલેટ વિશે હતો, ત્યારે સેક્સ્યુઅલ વેલનેસ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના વેચાણે નવા રેકોર્ડ બનાવ્યો છે.
ક્વિક કોમર્સ એપ્સ (જેમ કે ઇન્સ્ટામાર્ટ) ના તાજેતરના અહેવાલ મુજબ, 7 થી 14 ફેબ્રુઆરી દરમિયાન સેક્સ્યુઅલ વેલનેસ પ્રોડક્ટ્સના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો. માહિતી અનુસાર, આ વર્ષે વેલેન્ટાઇન ડે પર લોકોએ 2025 કરતા ત્રણ ગણા (3ડ્ઢ) વધુ કોન્ડોમ અને ઇન્ટિમિટી પ્રોડક્ટ્સનો ઓર્ડર આપ્યો હતો. અહેવાલ મુજબ, કોન્ડોમથી લઈને અન્ય ઇન્ટિમિટી પ્રોડક્ટ્સ સુધી, આ શ્રેણીમાં વાર્ષિક ધોરણે ત્રણ ગણો વધારો જોવા મળ્યો.

ક્વિક કોમર્સ એપ્સના તાજેતરના રિપોર્ટ અનુસાર, 7 થી 14 ફેબ્રુઆરીની વચ્ચે સેક્સ્યુઅલ વેલનેસ પ્રોડક્ટ્સના વેચાણમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આંકડાઓનું માનીએ તો, આ વર્ષે વેલેન્ટાઈન ડે પર લોકોએ વર્ષ 2025 ની સરખામણીમાં ત્રણ ગણા (3ડ્ઢ) વધુ કોન્ડોમ અને ઈન્ટિમસી પ્રોડક્ટ્સ ઓર્ડર કર્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે હવે લોકો આ વિષયોને ’ટેબૂ’ માનીને છુપાવવાને બદલે પોતાની સુરક્ષા અને સંબંધોને લઈને વધુ જાગૃત બન્યા છે. ભલે વેલનેસ પ્રોડક્ટ્સનું વેચાણ વધ્યું હોય, પરંતુ પરંપરાગત રોમેન્ટિક ભેટોનું આકર્ષણ હજુ પણ અકબંધ છે. કોલકાતામાં અહીં એક વ્યક્તિએ એકલા હાથે 25,000ની ચોકલેટ્સ ઓર્ડર કરીને સૌને ચોંકાવી દીધા હતા. ટેડી ડે પર સોફ્ટ ટોય્ઝના વેચાણમાં 568%નો જંગી વધારો નોંધાયો હતો. જ્યારે વેલેન્ટાઈન કાર્ડ મોકલવાના મામલે બેંગલુરુએ દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ જેવા મેટ્રો શહેરોને પાછળ છોડી દીધા છે.

વેલનેસની સાથે આ વેલેન્ટાઈન ડે પર લોકોએ પોતાને સજાવવા પાછળ પણ કોઈ કસર છોડી નથી. રિપોર્ટમાં કેટલાક રસપ્રદ ઓર્ડર સામે આવ્યા છે. કટકના એક ગ્રાહકે એક જ ઓર્ડરમાં ₹15,093નો મેકઅપ સામાન મંગાવ્યો હતો. સુરતના એક યુઝરે બાથ, બોડી અને હેર કેર પ્રોડક્ટ્સ પર ₹10,845નો ખર્ચ કર્યો હતો. આ આંકડા દર્શાવે છે કે વેલેન્ટાઈન ડે હવે માત્ર બીજાને ભેટ આપવાનો દિવસ નથી, પરંતુ સેલ્ફ-કેર માટેનો પણ અવસર બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026ના વેલેન્ટાઈન વીકના આ આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે ભારતમાં સંબંધો અને વ્યક્તિગત પસંદગીઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે અહીં પરંપરા અને આધુનિકતા બંને ખભેખભા મિલાવીને આગળ વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *