17 લાખથી વધારે નંગ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી
મુન્દ્રા પોર્ટ પર દિલ્હી એટી એસની કાર્યવાહીમાં નિકાસથી રિ કોલ કરેલા ક્ધટેનરમાંથી મિસ ડિકલેરેશનના મામલામાં 32 જેટલા કાર્ટૂનમાં 5.15 ટનનો આશરે 17 લાખથી વધારે નંગ પ્રતિબંધિત ટ્રામાડોલ, એલપ્રાઝોલમ, ઝોલપિડેમ, નાઈટ્રોજેપ જેવી પ્રતિબંધિત ડ્રગ્સ મિશ્રિત ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત અંદાજે 8 કરોડ જેટલો થવા જાય છે. પોર્ટ પર પૂર્વ બાતમીના આધારે અચાનક ધસી આવેલી એ. ટી. એસ. ની ટીમે એક ક્ધટેનરને વેસેલમાં ઉતરતાંની સાથે પોર્ટ સ્થિત સી બર્ડ સીએફએસમાં લઈ જઈ તપાસ કરતાં આગળના ભાગે કિચન વેર આઇટમની આડમાં પાછળના ભાગે સંતાડેલો જથ્થો ઝડપાઈ ગયો હતો.
આ બાબતે મુન્દ્રા કસ્ટમનાં અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે સમર્થન આપ્યું હતું. દરમિયાન, સૂત્રો પાસેથી મળતી વધુ માહિતી અનુસાર જે ક્ધટેનરમાં જથ્થો ઝડપાયો છે, તેના નિકાસકાર મુદગલ એક્સપોર્ટ દ્વારા વર્લ્ડ ટ્રેડ લોજાસ્ટિક નામના કસ્ટમ બ્રોકરે એક શાપિંગ દ્વારા 15 – 10 – 25ના કિચન વેરના નામે આ માલ મુન્દ્રા પોર્ટ પરના સૌરાષ્ટ્ર સીએફએસમાં લોરીમાં લાવવાના બદલે ક્ધટેનર દ્વારા ગુજરાતના કોઈ ગોડાઉનમાં ભરી લઈ આવી મુન્દ્રા કસ્ટમના સૌરાષ્ટ્ર સીએફએસના જે તે અધિકારી દ્વારા પાસ કરાઈને નિકાસ કરી દીધો હતો. પણ, આ માલ પોતાના નિયત સ્થળે પહોંચે તે પહેલાં દિલ્હી એટીએસને બાતમી મળતાં મુન્દ્રા કસ્ટમને સૂચના આપી આ ક્ધટેનર પરત બોલાવ્યું હતું. આજે દિલ્હીના નિકાસકારની હાજરીમાં ખોલતાં અંદરથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપ્યો હતો. એક્સપોર્ટ વખતે કિચનવેર આઇટમના નામે 14,200 ટન વજન દર્શાવ્યું હતું.
જેમાંથી 5.15 ટન ગોળીઓ હતી. આ બાબતે વધુ વિગતો સાથે મુન્દ્રા કસ્ટમના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઝડપાયેલ તમામ જથ્થાની દવાઓ પ્રતિબંધિત છે અને નિકાસ કરવા સરકારની અને નાર્કોટિક્સ સહિતની મંજૂરીઓ જરૂૂરી છે. જ્યારે આ જથ્થો મુન્દ્રા કસ્ટમમાંથી જ ક્લિયર થઈને ગયો છે, એ અંગે પૂછતાં કહ્યું કે આ બાબતે ચોકકસ તપાસ થશે, અત્યારે આ કેસ દિલ્હી એટીએસ પાસે છે અને પંચનામા સહિતની કામગીરી ચાલુ છે અને દવાઓના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે અને તપાસ પૂર્ણ થયે જો કોઈ અધિકારીની સંડોવણી જણાશે તો તેને સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરાશે. સૂત્રો વધુ વાત કરતાં જણાવે છે કે, પકડાયેલ જથ્થો ક્ધટેનર નં ઝઝકઞ 8927908 જે 40 ફૂટનું હતું. જે તા. 18 – 10 -25 ના મુન્દ્રા પોર્ટ પરથી નિકાસ થયું હતું. આ કેસમાં સંડોવાયેલા વિષ્ણુ શર્મા અને જાવેદખાનની દિલ્હી એ ટી એસ દ્વારા ધરપકડ કરી મુન્દ્રા લવાયા હતા.
