સચિવાલયના અધિકારીઓના નિર્ણયો લાંબા ગાળાના અસરકર્તા

સ્પીપા દ્વારા સચિવાલયના ઉપસચિવઓ માટે આયોજિત ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રમાં સચિવાલયના અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની…

સ્પીપા દ્વારા સચિવાલયના ઉપસચિવઓ માટે આયોજિત ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રમાં સચિવાલયના અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે, આ સ્તરે લેવાયેલા નિર્ણયોની અસર લાંબા ગાળા સુધી રહેતી હોય છે. અગાઉ સચિવાલયે કરેલા ઠરાવ આજે પણ લાખો નાગરિકોના જીવનને પ્રભાવિત કરી રહ્યા છે, જેથી આપણા દ્વારા લેવામાં આવતા નિર્ણયો સાચા, સારા અને સચોટ હોવા જોઈએ. આજના ઝડપથી બદલાતા યુગમાં જ્યાં અઈં અને નવી ટેકનોલોજી દર બે વર્ષે બમણી ગતિએ આગળ વધી રહી છે, ત્યાં અધિકારીઓએ માત્ર પોતાના સાથીદારો સાથે જ નહીં પણ આધુનિક ટેકનોલોજી સાથે પણ કદમ મિલાવવા માટે સતત અપડેટ રહેવું અને તાલીમ લેવી અનિવાર્ય છે.

રાજ્ય સરકારના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને ગતિશીલ બનાવવાના ઉમદા હેતુથી મુખ્ય સચિવ મનોજકુમાર દાસની અધ્યક્ષતામાં સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા-સ્પીપા દ્વારા સચિવાલયના ઉપસચિવઓ માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તા. 23 થી 25 એપ્રિલ, 2026 દરમિયાન Enhancing Administrative Capacities and Leadership વિષય પર આયોજિત આ તાલીમમાં વક્તાઓ દ્વારા વહીવટી ક્ષમતા, વિકાસ અને નેતૃત્વના ગુણ, ગુડ ગવર્નન્સ, સાયબર સિક્યુરિટી અને ડિજિટલ પડકારો, પબ્લિક પ્રોક્યુરમેન્ટ, જાહેર નાણાકીય વ્યવસ્થાપન, કોર્ટ સંબંધિત બાબતો તેમજ નીતિ નિર્ધારણ, વહીવટી કાર્યક્ષમતામાં વધારો જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવશે.

સરકારી સેવા એ કોઈ ઉપકાર નથી પણ આપણી ફરજ છે, તેમ જણાવતા મુખ્ય સચિવએ કહ્યું હતું કે, સરકારની વિવિધ સેવાઓનો લાભ લેતા રાજ્યના લાખો નાગરિકોએ બિનજરૂૂરી ડોક્યુમેન્ટસ આપવા ન પડે તેવી રીતે પ્રક્રિયાને વધુ સરળ બનાવવી જોઈએ. ફિલ્ડ લેવલના અધિકારીઓ અને સચિવાલયના અધિકારીઓ નાગરિકોના હિતમાં વધુ કામ કરશે તો જ તેમના દ્વારા લેવાયેલા નિર્ણયો સંવેદનશીલ તેમજ સચોટ બનશે.

આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, શીખવાની કોઈ વય હોતી નથી સતત બદલાતા સમય સાથે વહીવટી તંત્રમાં નવા જ્ઞાન, નવી ટેકનોલોજી અને ડેટા-આધારિત અભિગમ અપનાવવો અનિવાર્ય છે. આ ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમમાં સ્પીપા અમદાવાદના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક, સ્પીપા અમદાવાદના મહેસૂલ-મહેકમના નાયબ નિયામક એ.એ. ડોડીયા, સ્પીપા, અમદાવાદના મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ મતી ધરતી શાહ સહીત ઉપસચિવઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *