ધો.10-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લંબાવાઇ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ (જેમાં વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનો સમાવેશ થાય…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ (જેમાં વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનો સમાવેશ થાય છે)ની ફેબ્રુઆરી-માર્ચ (2026GSEB Board Exam 2026)ની જાહેર પરીક્ષાના ફોર્મ લેટ ફી સાથે ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ 22 ડિસેમ્બર, 2025ના રોજ પૂરી થતી મુદત હવે લંબાવીને 24 ડિસેમ્બર, 2025 કરવામાં આવી છે.બોર્ડ દ્વારા 22 ડિસેમ્બરના જારી કરાયેલી અખબારી યાદી અનુસાર, ધોરણ-10 (SSC exam 2026) અને ધોરણ-12 (HSC exam 2026) સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમના ફોર્મ લેટ ફી સાથે ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ હવે લંબાવીને 24 ડિસેમ્બર, 2025 કરવામાં આવી છે.

ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓના ફોર્મમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલ દ્વારા એપ્રુવલ આપવાનું બાકી હોય, તો તે કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 26 ડિસેમ્બર, 2025 ના રોજ રાત્રીના 12:00 કલાક સુધીની રહેશે. આ ઉપરાંત, શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી ભરવા માટેની અંતિમ તારીખ 30 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. આ વિસ્તૃત સમયગાળો શાળાઓને તમામ વહીવટી પ્રક્રિયાઓ સુચારુરૂૂપે પૂર્ણ કરવામાં મદદરૂૂપ થશે.

ધો.9 થી 12ના દિવ્યાંગ છાત્રોને પેપર લખવા વધારાનો સમય અપાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર, હવે ધોરણ 9 થી 12 ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન લખવા માટે વધારાનો સમય લંબાવવા તેમજ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને નકશા કે આકૃતિવાળા પ્રશ્નોમાં વિકલ્પો આપવા જેવી અનેક મહત્વની રાહતો જાહેર કરવામાં આવી છે. આ નવી જોગવાઈઓ શૈક્ષણિક વર્ષ 2025-26 થી અમલમાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, દિવ્યાંગ વિદ્યાર્થીઓને હવે પ્રશ્નપત્ર લખવા માટે નિયત સમય કરતા વધારે સમય ફાળવવામાં આવશે. દરેક 1 કલાકના પેપર માટે વિદ્યાર્થીને 20 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. જો પેપર 2 કલાકનું હોય, તો વિદ્યાર્થીને કુલ 40 મિનિટ વધારે મળશે. 3 કલાકના પ્રશ્નપત્ર માટે વિદ્યાર્થીઓને કુલ 60 મિનિટ (1 કલાક) નો વધારાનો સમય આપવામાં આવશે. આ વધારાનો સમય લહિયાની મદદ લેનાર અને ન લેનાર એમ તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે. જે વિદ્યાર્થીઓને દ્રષ્ટિની સમસ્યા છે (અંધત્વ કે અલ્પદ્રષ્ટિ), તેમના માટે પ્રશ્નપત્રમાં ખાસ રાહત આપવામાં આવી છે. આવા વિદ્યાર્થીઓને પરીક્ષામાં આકૃતિ, નકશા કે ગ્રાફ દોરવાના પ્રશ્નોને બદલે અન્ય વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. ઉપરાંત, વિજ્ઞાન પ્રવાહના (ધોરણ 11 અને 12) વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન જેવા વિષયોમાં પ્રયોગકાર્યને બદલે તેટલા જ ગુણનું ’ખઈચ ઝુાય’ પ્રશ્નપત્ર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *