પ્રતીક રાજકારણથી અલિપ્ત છે ને અપર્ણા ભાજપમાં વજનદાર નેતા છે
ઉતરપ્રદેશના રાષ્ટ્રીય જનતા દળના સર્વેસર્વા અખિલેશ યાદવના ભાઇ પ્રતીક યાદવના દામ્પત્ય જીવનમાં ઘણા લાંબા સમયથી પાનખર બેઠી છે અને હૈવે ફરી વસંત આવવાનો કોઇ અણસાર નથી.
પ્રતીક યાદવે આજે સવારે સોશિયલ મીડીયામાં એક પોસ્ટમાં લખ્યું કે મારી પત્ની અપર્ણા યાદવે અમારા કૌટુંબીક સંબંધોમાં બહુ તિરાડો પાડી છે અને મને લાગે છે કે તે હવે છુટાછેડાની રજુઆત કરશે. પ્રતીકે લખ્યુ કે હું બન્ને એટલી ઝડપથી આ મતલબી ઔરતને છુટાછેડા આપવા ચાહુ છું. મારા પારિવારિક સંબંધોને ખાડે નાખીને એને હવે વિખ્યાત અને પ્રભાવક બનવાનો મોહ જાગ્યો છે.
ઇન્સ્ટ્રાગ્રામ પર પ્રતીક યાદવે લખ્યું છે કે અત્યારે મારી માનસિક હાલત બહુ ખરાબ છે અને મારી જિંદગીમાંથી અપર્ણા જતી રહે તો કંઇ બહુ ફેર પડવાનો નથી, મેં આવો ખરાબ જીવાત્મા કદી જોયો નથી. મારૂં દુર્ભાગ્ય છે કે મેં અપર્ણા સાથે લગ્ન કર્યા.
પ્રતીક યાદવ આમ તો રાજકારણથી બહાર છે અને પોતાના રિયલ એસ્ટેટના વિશાળ કારોબારમાં ગળાડુબ રહે છે. જયારે એમના લગ્ન અપર્ણા સાથે થયા એના પછી શ્રીમતી યાદવે ભાજપ સાથે ધરોબો કેળવી લીધો હતો. આજે અપર્ણા ઉતરપ્રદેશ રાજય મહીલા આયોગના ઉપાધ્યક્ષ છે.
પ્રતીક યાદવે પોતાની પોસ્ટમાં અપર્ણાને કુટુંબ વિનાશક ગણાવી છે. પ્રતીક અને અપર્ણા ઘણાં લાંબા સમયથી પિતા મુલાયમના સંયુક્ત પરિવારથી અલગ રહે છે.
અપર્ણા મુલાયમસિંહ પરિવારની સૌથી નાની વહુ છે. તે પોતાને શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતની ગાયિકા પણ છે. આ યાદવ દંપતીને એક પુત્રી પણ છે. પ્રતિક પોતાની જાજરમાન લાઇફ સ્ટાઇલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમની પાસે મોંઘીદાટ મોટરકારોનો વિશાળ કાફલો છે.
જો કે આની સામે અપર્ણા યાદવના પરિવાર તરફથી તેના ભાઇએ એવી સ્પષ્ટતા કરી છે કે અમારા બનેવી સાહેબે આવું છુટાછેડાનું એલાન કરેલું નથી પરંતુ તેમનું એકાઉન્ટ કોઇએ હેક કરી નાખ્યું છે. જોકે થોડા સમય પહેલા એક લગ્ન સમારંભમાં અચાનક જ જેઠ અખિલેશ યાદવ અને અપર્ણાનો ભેટો થઇ ગયો હતો અને તેમની લગ્ન સમારંભ વચ્ચેની એ મુલાકાત સમજુતી પુર્ણ રહી હતી. એમ લોકો કહે છે. છેલ્લા ઘણા લાંબા સમયથી અપર્ણા અને પ્રતિક વચ્ચે સંઘર્ષ ચાલે છે અને રાજયમાં અપર્ણાના વધતા જતા પ્રભાવ સામે સમગ્ર મુલાયમ સિંહનો પરિવાર ઇર્ષાથી કોઇને કોઇ નિવેદનો આપ્યા કરે છે.
