મોરબીના રૂપાવટીમાં માતાએ કામ મુદ્દે ઠપકો આપતા પુત્રીનો આપઘાતનો પ્રયાસ

લોધિકાના મોટાવડામાં પિતરાઈના લગ્નમાં વહેલા જવાની ભાઈએ ના પાડતાં બહેને વખ ઘોળ્યું મોરબીના રૂપાવટી ગામે રહેતી યુવતીને માતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી…

લોધિકાના મોટાવડામાં પિતરાઈના લગ્નમાં વહેલા જવાની ભાઈએ ના પાડતાં બહેને વખ ઘોળ્યું

મોરબીના રૂપાવટી ગામે રહેતી યુવતીને માતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના રૂપાવટી ગામે રહેતી ડમુબેન અરવિંદભાઈ બાવડીયા નામની 19 વર્ષની યુવતી ત્રણ દિવસ પૂર્વે પોતાની વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી બે ભાઈ ચાર બહેનમાં વચેટ હતી. તેની માતા વસંતબેને કામ મુદ્દે ઠપકો આપતાં પુત્રી ડમુબેને ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત બીજા બનાવમાં લોધિકાના મોટા વડા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી નાનકીબેન સવલાભાઈ મેપડા નામની 18 વર્ષની યુવતીને મધ્યપ્રદેશમાં રહેતાં પિતરાઈ ભાઈના લગ્નમાં વહેલું જવું હતું. પરંતુ ભાઈએ એક માસ પહેલા જવાની ના પાડતાં નાનકીબેને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *