કાજલી યાર્ડ નજીક હાઇવે પર ઉભેલા મહાકાય ક્ધટેનરથી અકસ્માતનો ભય

વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાંથી નેશનલ હાઇવે રોડ પસાર થાય છે આ ફોરલેન રોડ ઉપર માર્કેટીંગ યાર્ડની બરોબર સાથે અદાણી કંપનીનુ મોટું ગોળાકાર ક્ધટેનર…

વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાંથી નેશનલ હાઇવે રોડ પસાર થાય છે આ ફોરલેન રોડ ઉપર માર્કેટીંગ યાર્ડની બરોબર સાથે અદાણી કંપનીનુ મોટું ગોળાકાર ક્ધટેનર પડેલ છે આ ક્ધટેનરને ન લય જતા મોટા ટ્રકમાં કોઈ ખામી સર્જાયેલ છે પરંતુ આ ક્ધટેનર બરોબર રોડ વચ્ચે ત્રણ દિવસ થી પડેલ હોવાથી રાત્રીના સમયે અકસ્માત થયાની શક્યતા રહેલ છે કારણકે આ ક્ધટેનર બરોબર રોડ વચ્ચે હોવાથી રાત્રીના સમયે ફોર વ્હીલર સહિતના વાહનો 100 ની આજુબાજુની સ્પીડ મા ચાલતા હોય છે.

અને વાહન ચાલકોનુ બે ધ્યાન થાય તો આ ક્ધટેનરમાં ભટકાય શકે છે અને મોટો અકસ્માત થયાનો સંભવ રહેલ છે આ ક્ધટેનરમા કોઈ ટેકનીકલ ખામી હોય તો રોડ ઉપરથી સાઈડ મા લેવું જોઈએ ત્રણ દિવસથી રોડ ઉપર રાખવું જોઈએ નહિ કારણ કે મોટા ભાગના અકસ્માતો રાત્રે થતા હોય છે અને આ રીતે રોડ ઉપર બંધ પડેલા વાહનો સાથે અથડાવાને કારણે પણ અકસ્માત સર્જાય છે તો કોઈ આવો બનાવ બને તે પહેલાં આ ક્ધટેનરનો રોડ ઉપરથી હટાવવુ જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *