બંગાળની ખાડીમાં વાવાઝોડું: આંધ્ર, ઓડિસામાં એલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબૂત બનીને આગામી દિવસોમાં ગંભીર વાવાઝોડાનું રૂૂપ ધારણ કરી શકે છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અને…

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબૂત બનીને આગામી દિવસોમાં ગંભીર વાવાઝોડાનું રૂૂપ ધારણ કરી શકે છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં બનેલું આ લો-પ્રેશર શનિવારે ડિપ્રેશન, રવિવારે ડીપ ડિપ્રેશન અને સોમવારની સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. આ વાવાઝોડું ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધવાની ધારણા છે.

અમરાવતી હવામાન કેન્દ્રના વડા કે. નાગા રત્નાએ જણાવ્યા અનુસાર, આ હવામાન પ્રણાલી 28 ઓક્ટોબરની વહેલી સવારે આંધ્રના દરિયાકાંઠેથી પસાર થઈને બીજા દિવસે ઓડિશા તરફ ફંટાઈ શકે છે. આ વાવાઝોડું ’ગંભીર’ અથવા ’અતિ ગંભીર’ સ્વરૂૂપ ધારણ કરી શકે છે, જેમાં પવનની ઝડપ 145 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને દરિયામાં 1થી 2 મીટર ઊંચા મોજાં ઉછળી શકે છે. જ્યારે 27 ઓક્ટોબર માટે દરિયાકાંઠે પવનની ઝડપ 120થી 165 કિમી પ્રતિ કલાક અને વધીને 185 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, લેન્ડફોલનું ચોક્કસ સ્થાન હજુ અસ્પષ્ટ છે, પરંતુ તે વેસ્ટ ગોદાવરીથી શ્રીકાકુલમ જિલ્લાની વચ્ચે ગમે ત્યાં ત્રાટકી શકે છે.

વાવાઝોડાના પગલે IMD દ્વારા 27 ઓક્ટોબરે વિશાખાપટ્ટનમ અને અનાકાપલ્લી જિલ્લામાં અત્યંત ભારે વરસાદ માટે ’રેડ અલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 28 ઓક્ટોબરે અલુરી સીતારામ રાજુ, અનાકાપલ્લી, કાકીનાડા, ઈસ્ટ ગોદાવરી, કોનાસીમા અને વેસ્ટ ગોદાવરી જિલ્લામાં રેડ અલર્ટ રહેશે, જ્યારે વિશાખાપટ્ટનમમાં ભારેથી અતિભારે વરસાદનું ’ઓરેન્જ અલર્ટ’ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રીકાકુલમ, પાર્વતીપુરમ-માન્યમ, વિઝિયાનગરમ, એલુરુ અને કૃષ્ણા જિલ્લામાં પણ બંને દિવસે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની સૂચનાને પગલે દરિયામાં ગયેલા માછીમારોને શનિવાર સવાર સુધીમાં કિનારે પાછા ફરી જવાની કડક સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *