ઇરાન-અમેરિકા વચ્ચે ફરી વાટાઘાટો શરૂ થતાં ક્રૂડમાં 5%નો કડાકો, શેર બજાર તેજીમાં

ઇરાન સાથેનુ યુધ્ધ બંધ કરવાની અમેરિકાએ જાહેરાત કરતા વિશ્ર્વભરમાં હાશકારો થયો છે અને ભારતીય શેર બજારમાં રોનક આવી છે. આજે માર્કેટ ઉઘડતા ની સાથે જ…

ઇરાન સાથેનુ યુધ્ધ બંધ કરવાની અમેરિકાએ જાહેરાત કરતા વિશ્ર્વભરમાં હાશકારો થયો છે અને ભારતીય શેર બજારમાં રોનક આવી છે. આજે માર્કેટ ઉઘડતા ની સાથે જ ક્રૂડના ભાવમાં પાંચ ટકાનો કડાકો બોલી જતા તેની સ્થિતી પોઝિટિવ અસર ભારતીય શેર બજાર પર જોવા મળી હતી.સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં તુફાની તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના તોતિંગ ઉછાળા સાથે ખૂલીને પળવારમાં 78,800ની મજબૂત સપાટી વટાવી ગયો હતો, તો સામે પક્ષે નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી પણ પાછલા બંધ સામે બુલંદ તેજી સાથે 24,500ના સ્તરને પાર કરી ગયો હતો.

બજારમાં આ મજબૂત તેજી પાછળ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને લઈને લેવામાં આવેલો મોટો નિર્ણય જવાબદાર માનવામાં આવી રહ્યો છે. બીજી ક્રૂડ પણ સવારના સત્રમાં 5% ઘટીને 83 ડોલર સુધી આવી ગયું હતું. શેરબજારના કારોબારની શરૂૂઆતની વાત કરીએ તો, BSE સેન્સેક્સ તેના પાછલા શુક્રવારના બંધ 78,094ની સરખામણીએ 789 પોઇન્ટના ઉછાળા સાથે 78,883 પર ખૂલ્યો હતો અને ત્યારબાદ 78,895ના સ્તરે પહોંચી ગયો હતો. બીજી તરફ, NSE નિફ્ટી ઇન્ડેક્સ તેના પાછલા બંધ 24,383ની સામે જોરદાર તેજી સાથે 24,572ના સ્તરે ટ્રેડ કરવાનું શરૂૂ કર્યું હતું.

સેન્સેક્સ અને નિફ્ટી ની સાથે બેંક નિફ્ટી અને મિડકેપ નિફ્ટી પણ 500 પોઈન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આજે આઈ.ટી. પિયુસી બેંક તેમજ મેટલના શેરમાં તેજી જોવા મળી હતી. જોકે સોના ચાંદીમાં બહુ મોટી વધઘટ જોવા મળી ન હતી સોનુ 500 રૂૂપિયા અને ચાંદી 1500 રૂૂપિયા મોંઘી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *