ક્રૂડ ફરી 96 ડોલરને પાર, શેરબજારમાં દબાણ

આજે સપ્તાહના પ્રથમ દિવસે જિયોપોલિટિકલ પરિસ્થિતિ અને ક્રૂડના ભાવ 90 ડોલરની સપાટીની ઉપર જતા તેમજ આજે ડોલરની સરખામણીમાં રૂૂપિયો વધુ તૂટતા શેરબજારમાં વેચવાલી જોવા મળી…

આજે સપ્તાહના પ્રથમ દિવસે જિયોપોલિટિકલ પરિસ્થિતિ અને ક્રૂડના ભાવ 90 ડોલરની સપાટીની ઉપર જતા તેમજ આજે ડોલરની સરખામણીમાં રૂૂપિયો વધુ તૂટતા શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ તેમજ નફા વસૂલીને લઈને સેન્સેક્સ ઉઘડતા 650 પોઇન્ટ નીચે જોવા મળ્યું હતું જ્યારે નિફ્ટી પણ 80 અંક નીચે જોવા મળી હતી.

શનિવારે રિલાયન્સ અને જિયોના શાનદાર પરિણામ થી રિલાયન્સનો શેર ઊંચકાયો હતો પણ શેરબજારમાં વેચવાલીનું જોર વધારે રહેતા માર્કેટ ટક્યું ન હતું.બીજી બાજુ આઇસીઆઈસીઆઈ બેંક તેમજ પંજાબ બેંક ના શાનદાર પરિણામ બાદ પણ બેંકિંગ ઇન્ડેક્સ 850 પોઈન્ટ તૂટ્યો હતો. ઍક્સિસ બેંક 65 રૂૂપિયા તૂટ્યો હતો.
હાલ સેન્સેક્સ 77675 અંક અને નિફ્ટી 24207 અંક જોવા મળી રહી છે. બીજી બાજુ સોનુ આજે 800 રૂૂપિયા અને ચાંદીમાં 3500 રૂૂપિયાનો વધારો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 90.18 ડોલર જોવા મળી રહ્યો છે.જ્યારે રૂૂપિયો વધુ નબળો પડતા રૂૂપિયાની સામે ડોલરનો ભાવ 96.42 થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *