વિશ્વભરના શેરબજારો ફરી એકવાર ગભરાટમાં સપડાયેલા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. તેલ સુવિધાઓ અને પરમાણુ પ્લાન્ટ પર હુમલાના સતત અહેવાલો અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ધમકીઓથી પ્રેરિત, યુએસથી જાપાન સુધી બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે.
આ ભૂ-રાજકીય ઘર્ષણ વચ્ચે ગયા અઠવાડિયે યુએસ શેરબજારો નોંધપાત્ર નુકસાન સાથે બંધ થયા હતા, જ્યારે સોમવારે ખુલતા જ એશિયન શેરબજારો સંપૂર્ણપણે અવ્યવસ્થિત દેખાયા હતા. બ્રિટન અને હોંગકોંગ સહિત અનેક દેશોના શેરબજારોમાં ગભરાટ ફાટી નીકળ્યો છે. દરમિયાન, ભારતીય શેરબજાર માટે મુખ્ય સૂચક ગણાતા GIFT નિફ્ટીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. અમેરિકા ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાનું નામ નથી લેતું અને એપ્રિલ દ્વારા રશિયા ઉપર ભરી એક મોટો હુમલો કરવામાં આવતા શેર બજારમાં ફરી એક વખત પ્રગતિ વલણ જોવા મળ્યું છે.
આજે માર્કેટ શરૂૂ થતા ની સાથે જ સેન્સેક્સ માં સાડા આઠસો પોઇન્ટ અને નીફટીમાં 225 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સવારથી જ માર્કેટ ઉઘડતાની સાથે જ વેચવાલી નું જોર જોવા મળતા તમામ સેક્ટરના શેર લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. સેન્સેક્સ 74390 અને નિફ્ટી 23382 પર જોવા મળી હતી.
શેર બજારમાં પડેલા ગાબડાનું મુખ્ય કારણ ક્રુડના વધતા જતા ભાવ છે. હાલ ક્રુડનો આંતરરાષ્ટ્રીય ભાવ 111.50 ડોલરને આવી ગયો છે. બીજી બાજુ રૂૂપિયો પણ વધુ નબળો પડતા 96.20 પર ડોલર જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી ડોલર રૂૂપિયાની સરખામણીમાં નબળો નહીં પડે અને ક્રૂડનો ભાવ ઘટશે નહીં ત્યાં સુધી શેરબજારમાં નેગેટિવ વલણ જોવા મળી શકે છે. બીજી બાજુ ચાંદીમાં 2000 રૂૂપિયાન ઘટાડો નોંધાયો છે જ્યારે સોનામાં 500 રૂૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
એશિયન શેરબજારોના પ્રદર્શન પર એક નજર નાખતા, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 60,800 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે લગભગ 600 પોઈન્ટ ઘટીને હતો. દરમિયાન, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ પણ 385 પોઈન્ટ એટલે કે 1.47 ટકા ઘટીને 25,580 ના સ્તરે બંધ થયો. વધુમાં, યુકે બજારનો FTSE-100 આશરે 200 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.
અન્ય એશિયન શેરબજારો પર નજર કરીએ તો, દક્ષિણ કોરિયાના કોસ્પી સિવાય, સમગ્ર બોર્ડમાં ઘટાડો જોવા મળ્યો. CAC 150 પોઈન્ટ ઘટ્યો, જ્યારે ઈઅઈ 150 પોઈન્ટ ઘટ્યો. જોકે, કોસ્પી ઊંચો ટ્રેડિંગ કરતો જોવા મળ્યો, જેમાં આશરે 100 પોઈન્ટનો વધારો થયો.
