દિલ્હીની ચૂંટણી પર ખેલાયો કરોડો રૂપિયાનો સટ્ટો: પ્રખ્યાત ફલૌદી સટ્ટાબજાર ખોટું પડ્યું

ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ થી લઈને સ્થાનિક લીગમાં સટ્ટાના ભાવ ખોલતા સટ્ટોડીયાઓ વર્ષોથી ચૂંટણી કોણ જીતશે તેના પર જુગાર રમાડતા આવ્યા છે. ગત લોકસભા ચૂંટણી 2024…

ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ થી લઈને સ્થાનિક લીગમાં સટ્ટાના ભાવ ખોલતા સટ્ટોડીયાઓ વર્ષોથી ચૂંટણી કોણ જીતશે તેના પર જુગાર રમાડતા આવ્યા છે. ગત લોકસભા ચૂંટણી 2024 બાદ સટ્ટાબજારના મોટા ગજાના બુકીઓએ દિલ્હીની ચૂંટણી પર ભાવ ખોલ્યા છે.

પોલીસ ચોપડે વોન્ટેડ બુકી રાકેશ રાજદેવ અને બુકી સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ આ વખતે દિલ્હીની ચૂંટણી પર ઑનલાઈન સટ્ટો જાહેર કર્યો છે. બુકી આર.આર. અને બુકી મહાદેવ એ દિલ્હીની 70 બેઠકોમાં BJP અને AAP ને કેટલી બેઠકો મળશે તેના પર સટ્ટો રમાડ્યો છે. વોન્ટેડ બુકીઓએ દર્શાવેલી BJP અને AAP દ્વારા જીતી શકાય તેવી સંભવિત સંખ્યાને લઈને હાલ સટ્ટા બજારમાં ચર્ચા છે. અત્રે નોંધનીય છે કે, સટ્ટા બજારમાં કોંગ્રેસ પક્ષ નો ઉલ્લેખ જ નથી.

ગુરૂૂવારે મતદાન બાદ સટ્ટાબજાર માં ચાલતી બેઠકોમાં વધારો-ઘટાડો થયો છે. છતીસગઢના સૌરભ ચંદ્રાકર ઉર્ફે બુકી મહાદેવની ઑનલાઈન વેબસાઈટ ખુ99યડ્ઢભવ.ભજ્ઞળ પર AAP ને 40 થી 42 બેઠક અને BJP ને 28 થી 30 બેઠક મળે તેવું દર્શાવ્યું છે. રાકેશ રાજદેવની ઑનલાઈન વેબસાઈટ ઝફષ7.ભજ્ઞળ પર BJP ને 39 થી 41 બેઠક અને AAP ને 29 થી 31 બેઠક પર સટ્ટો રમાડ્યો છે. બુકી સૌરભ ચંદ્રાકરના મતે દિલ્હીમાં AAP અને બુકી રાકેશ રાજદેવના મતે BJP ને ફેવરિટ દર્શાવી છે.ગત લોકસભા ચૂંટણીમાં સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવે BJP ઓછી બેઠકો મેળવે છે તેવું દર્શાવીને 7 હજાર કરોડ રૂૂપિયા હવાલાથી ભારત બહાર લઈ ગયો હોવાની એક ચર્ચા બુકી બજારમાં છે. રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે આપની જીતનો દાવો કર્યો હતો. પરંતુ પરિણામોમાં એકઝિટ પોલીનો વિજય થયો હતો. રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે તેના આંકડા ઘણી વખત બદલ્યા હતાં.

ફલોદી સટ્ટા બજારનો અંદાજ છે કે આમ આદમી પાર્ટી 36 થી 38 બેઠકો જીતી શકે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 32 થી 34 બેઠકો મળી શકે છે. જો કે બુધવારે મતદાન સમયે ફલોદી સટ્ટા બજારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર થવાની આગાહી કરી હતી. ત્યારે ફલોદી સટ્ટા બજારે બંને પક્ષોને 34 થી 36 બેઠકો આપી હતી. પરતુ પરિણામોએ જાણે સટ્ટા બજારને ખોટું ઠેરવ્યું છે.

ક્રિકેટ સહિત અલગ-અલગ ગેમ પર ઑનલાઈન સટ્ટો રમાડીને મહાદેવ રોજના કરોડો રૂૂપિયા ચોક્કસ આંગડીયા પેઢીઓ થકી દેશના અર્થતંત્રમાંથી ઉલેચી જાય છે. બીજી તરફ ઊઉ તેમજ પોલીસ એજન્સીઓ સૌરભ ઉર્ફે મહાદેવ સામે કાગળ પર કાર્યવાહી કરીને સમાચાર માધ્યમોમાં સ્થાન મેળવી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *