વેરાવળમાં લાઇન ફિશિંગ કરતા ચાર હોડીના લોકો સામે ગુનો

ગીર સોમનાથ જીલ્લાના દરિયામાં ગેરકાયદેસર એલોઝન એલ.ઇ.ડી. લાઇટો વિપુલ પ્રમાણમાં રાખી લાઈટ ફીશીંગ કરતા ચાર હોડી માલીકો, સંચાલકો વિરૂૂધ્ધ ગીર સોમનાથ પોલીસે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ…

ગીર સોમનાથ જીલ્લાના દરિયામાં ગેરકાયદેસર એલોઝન એલ.ઇ.ડી. લાઇટો વિપુલ પ્રમાણમાં રાખી લાઈટ ફીશીંગ કરતા ચાર હોડી માલીકો, સંચાલકો વિરૂૂધ્ધ ગીર સોમનાથ પોલીસે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ મુજબ ગુનાઓ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ રેન્જ ડી બાઇ જી.પી. નિલેશ જાજડીયા માર્કેબ, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા એ ગીર સોમનાથ જિલ્લા માં અનઅધિકૃત રીતે દરીયામાં લાઇન અને લાઇટ ફીશીંગ થી માછીમારી કરતા બોટો, હોડી માલીક વિરૂૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના આપતા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ કાગડા, એસ.વી. રાજપુત, સોમનાથ મરીન પી.આઇ. એમ જી પટેલ, એ.એસ.આઇ. દેવદાનભાઈ કુભરવાડીયા, મેરામણભાઇ શામળા, ભુપતગીરી મેઘનાથી, પો.હેડ કોન્સ વિપુલલાય ટીઠીયા, અનિરૂૂધ્ધસિંહ રાયજાદા, પો.કોન્સ. મહાવીરસિંહ જાડેજા, હીતેશભાઇ દાનાભાઇ, નદીમલાઇ બ્લોચ, રોહીતભાઈ ઝાલા સહીતના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ તથા હોડી ચેકીંગ દરમ્યાન હોડીઓમાં અનઅધિકૃત રીતે માછીમારી કરવા એકદમ પ્રકાશિત એલોઝન એલ.ઈ.ડી. લાઇટો વિપુલ પ્રમાણમાં આશરે 50 જેટલી રાખી માછીલીઓને લાઈટ થી આકર્ષિત અને ભ્રમિત કરી માછીમારી કરતા બોટ માલીકો, સંચાલકો વિરૂૂધ્ધ ગુજરાત મત્સ્યોધોગ સુધારા અધીનીયમન 2024 મુજબ અલગ અલગ ચાર ગુન્હાઓ નોંધેલ જેમાં (1) અસલમ જુમાભાહ મૌવાણા ઉ.વ.30 રહે હીરાકોટ બંદર (2) ખાસીલાલ મણીમયાઇ બેલીમ, ઉ.વ.30, રહે.જાલેશ્વર (3) કનુલ ઇટલાઇ પટેલીયા, ઉવ.45 રહે.હીરાકોટ બંદર (4) આરીફલાઇ અલારખા ઢોકી ઉ.વ.20. રહે.હીરા કોટ બંદર વાળા તેમની હોડીઓમાં અનઅધિકૃત રીતે માછીમારી કરવા એકદમ પ્રકાશિત એલોઝન એલ.ઈ.ડી. લાઇટો વિપુલ પ્રમાણમાં પાશરે 50 જેટલી રાખી માછીલીઓને લાઈટ થી આકર્ષિત અને ભૂમિત કરી દરિયામાં ઝેર કાયદેસર માછીમારી કરી ગુજરાત મત્સ્યોધોગ સુધારા અધીનીયમન 2024 ફીશરીઝ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *