શિક્ષણમાં સર્જનાત્મકતા ભૂલકાં મેળામાં મહાપાલિકાની પી.એસ.ઇ. ટીમ વિજેતા

  ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના આઈ.સી.ડી.એસ. વિભાગના કમિશ્નર ડો. રણજીત કુમાર સિંહની અધ્યક્ષતામાં સંકલિત બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત પા..પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત…

 

ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના આઈ.સી.ડી.એસ. વિભાગના કમિશ્નર ડો. રણજીત કુમાર સિંહની અધ્યક્ષતામાં સંકલિત બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત પા..પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણામાં સર્જનાત્મકતા ભૂલકા મેળા 2024 25નું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની પી.એસ.ઈ. ટીમ હિરાણી મમતા ભુપેન્દ્રભાઈ, કરગથરા માનસીબેન પ્રફુલભાઈ તેમજ કોટક મોનિકાબેન તેજશભાઈ દ્વારા સુરક્ષા થીમ આધારિત અપનાવો ટ્રાફિક રુલ અભિનય ગીત રજુ કરીને રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે.
જે બદલ આઈ.સી.ડી.એસ. વિભાગ રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામક પૂર્વીબેન પંચાલ, રાજકોટ મહાનગરપાલિકાના પ્રોગ્રામ ઓફિસર દેસાઈ શારદાબેન તેમજ આઈ.સી.ડી.એસ. પરિવાર તરફથી અભિનંદન પાઠવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *